બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / પેશાબના રંગમાં ફેરફાર થઇ રહ્યો છે? તો ચેતી જજો, હોઇ શકે છે આ ગંભીર સંકેત

હેલ્થ / પેશાબના રંગમાં ફેરફાર થઇ રહ્યો છે? તો ચેતી જજો, હોઇ શકે છે આ ગંભીર સંકેત

Last Updated: 02:50 PM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે પેશાબના રંગથી પણ શરીરમાં અનેક બીમારીની ઓળખ કરી શકાય છે? જ્યારે શરીરમાં કોઈ સમસ્યા થાય ત્યારે પેશાબનો રંગ પણ તે બીમારી વિશે સંકેત આપે છે.

કિડની આપણા શરીરની અંદરના તાપમાન અને ભેજને કંટ્રોલ કરે છે. કિડની શરીરમાં પાણીની જરૂરિયાત પણ પૂરી કરે છે. આપણે પાણી પીએ છીએ ત્યારે તે શરીરને અંદરથી સાફ કરીને બહાર નીકળે છે. જો શરીરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો પેશાબનો રંગ આપણને જે તે બીમારીનો સંકેત આપે છે. આ આર્ટિકલમાં આપણે જાણીશું કે, પેશાબના રંગ દ્વારા રોગો કેવી રીતે ઓળખ કરી શકાય છે.

  • સફેદ
    પેશાબનો રંગ એકદમ સફેદ હોય તો તમે ઓવર હાઇડ્રેટેડ છો જે તમારા સ્વાસ્થ્ય માટે સારો સંકેત નથી માનવામાં આવતો. પેશાબમાં કેલ્શિયમ, ઓક્સાલેટ અને ફોસ્ફેટનું પ્રમાણ વધે છે તે સ્થિતિમાં પેશાબનો રંગ સફેદ થઈ જાય છે. સાથે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનમાં પણ પેશાબનો રંગ સફેદ થઈ જાય છે.
PROMOTIONAL 1
  • ડાર્ક બ્રાઉન અથવા ઘાટ્ટો પીળો
    ડાર્ક બ્રાઉન અથવા ઘાટ્ટા પીળા રંગનો પેશાબ ડિહાઇડ્રેશનની સમસ્યા સૂચવે છે, મતલબ કે તમારા શરીરમાં પાણીની ઉણપ છે. પાણીની ઉણપ સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે. જે લીવર સંબંધિત સમસ્યાઓનો સંકેત પણ હોઈ શકે છે. અમુકવાર દવાઓની આડઅસરને કારણે પેશાબનો રંગ ડાર્ક બ્રાઉન થઈ જાય છે.
  • આછો પીળો
    પેશાબનો રંગ આછો પીળો હોય તો તે હેલ્થી હોવાની નિશાની છે. હેલ્થી રહેવા માટે દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું જરૂરી છે. તે શરીરનું તાપમાન કંટ્રોલ કરે છે.

વધુ વાંચો : તમે નથી ખાતા ને આ 8 પ્રકારની દવાઓ, કંટ્રોલમાં રહેવાને બદલે વધશે તમારું બ્લડપ્રેશર

  • ઓરેન્જ
    જો પેશાબનો રંગ ઓરેન્જ હોય તો તમારા લીવર સબંધિત સમસ્યા હોઈ શકે છે. એવુ પણ બની શકે કે લીવર નબળું પડી રહ્યું છે. તેના માટે શક્ય હોય તેટલું વધુ પાણી પીઓ અને ડૉક્ટર પાસે પણ જાઓ.
  • લાલ
    તમે બ્લેકબેરી અથવા બીટરૂટ જેવા લાલ રંગનું ફળ નથી ખાધું છતાં તમારા પેશાબનો રંગ લાલ આવે તો સાવધાન થઈ જવું. જો પેશાબમાં લોહી આવે છે, તો તેનો અર્થ થાય કે તમારું પ્રોસ્ટેટ મોટું થઈ ગયું છે અથવા ગાંઠ કે કિડનીમાં સ્ટોન છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Disease Kidney Stones Urine Color
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ