બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / GSRTCમાં ક્લાર્ક તથા અન્ય વર્ગ-3ની ભરતીમાં કરાયો ફેરફાર, ઉમેદવારો ખાસ નોંધી લેજો

બ્રેકિંગ / GSRTCમાં ક્લાર્ક તથા અન્ય વર્ગ-3ની ભરતીમાં કરાયો ફેરફાર, ઉમેદવારો ખાસ નોંધી લેજો

Last Updated: 08:36 AM, 18 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GSRTCમાં વર્ગ-3ની નોકરીઓ માટેના ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી હોવી ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વર્ગ-3ની સીધી ભરતી માટેની લાયકાતમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી, GSRTCમાં વર્ગ-3ની નોકરીઓ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સ્નાતકની ડિગ્રી હોવી ફરજિયાત રહેશે.

સીધી ભરતી

અત્યાર સુધી, ધોરણ 12 પાસ ઉમેદવારો સીધી ભરતી દ્વારા GSRTCમાં ક્લાર્કની નોકરી મેળવી શકતા હતા. જોકે, હવે આ નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે. ત્યારે આ નિયમને લઇ અમુક ઉમેદવારોને પરેશાન થવાની વારી આવી છે.

આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર લોકો પ્લેનને ધક્કો મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો સચ્ચાઈ

નવી લાયકાતનો અમલ

આ ફેરફાર સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક : ૦.-૦૫/૨૭/૨૦૧૪/કભય/૧૦૨૦૧૪/૮૭/૦, તા.૩૦/૯/૨૦૧૯ અને નિગમના સંચાલક મંડળના ઠરાવ નં.૧૦૦૩૬, તા.૨૯/૧/૨૦૨૪ અનુસાર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ ક્લાર્ક કક્ષાની સીધી ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત હવે ધોરણ ૧૨ને બદલે ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થાપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સીટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી નિયત કરવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GSRTC GSRTC Graduate Qualification GSRTC Class-3 Recruitment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ