બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / change your whatsapp setting to be safe from hackers

ટૅકનોલોજી / હાલ જ બદલી નાંખો તમારા વૉટ્સઍપની સેટિંગ નહીં તો જે થશે...

Kinjari

Last Updated: 12:43 PM, 22 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર દેશમાં વૉટ્સઍપ પ્રાઇવસી વિવાદ બાદ લોકો તેનુ રિપ્લેસમેન્ટ શોધી રહ્યાં છે ત્યારે તમારી સેટિંગમાં કેટલાક ફેરફાર જરૂરી બન્યા છે.

  • વૉટ્સઍપમાં કરી દો આ ફેરફાર
  • હૅક થવાની સંભાવના ઘટી જશે
  • નહી કરો ફેરફાર તો થશે અકાઉન્ટ હૅક 

જો તમારે તમારુ અકાઉન્ટ હેક થતા બચાવવું છે તો સેટિંગ્સમાં કેટલાક બદલાવ ખુબ જ જરૂરી છે. સાઇબર સિક્યોરીટીના જાણકારોનું કહેવું છે કે હેકર્સ ડિવાઇસને આસાનીથી હેક કરી શકે છે. 

આ રીતે રહે છે ખતરો 
દુનિયાભરમાં વૉટ્સઍપના રિપ્લેસમેન્ટ તરીકે નવી નવી ઍપ્સ આવવા લાગી છે. કેટલાક મહિના પહેલા ઇઝરાયલની એક કંપની પર પ્રભાવશાળી લોકોના વૉટ્સઍપ હેક કરવાના આોપ લાગ્યા હતો. જ્યારે વૉટ્સઍપ પર લોલઇન કરો છો ત્યારે તમને એક મેસેજ આવે છે અને જો હેકરના હાથમાં તમારો ફોન લાગી જાય છે તો પ્રિવ્યૂ લોક સ્ક્રીન પર તમે મેસેજ દેખાય તેવું સેટિંગ રાખ્યુ છે તો આરામથી તમારુ અકાઉન્ટ હેક થઇ શકે છે. 

સેટિંગમાં કરો આ બદલાવ 
વૉટ્સઍપમાં યુઝર્સને ટુ-સ્ટેપ વેરિફિકેશન નામનુ એક ફીચર મળે છે. તમારે તેમાં 6 ડિજીટનો એક કોડ સેટ કરવાનો રહે છે અને જ્યારે પણ તમે નવા ડિવાઇઝમાં લોગ ઇન કરશો તો તમારી પાસે આ કોડ માંગશે. આ કોડ તમને વચ્ચે પણ પૂછી શકે છે. તે બાદ ટુ-સ્ટેપ વેરિફીકેશન એક્ટીવેટ કરવા માટે તમારી વૉટ્સઍપ ઓપન કરવુ પડશે. ત્યાં સેટિંગમાં જઇને આ ઓપ્શનને એક્ટિવેટ કરી દો. જેનાથી તમારુ એકાઉન્ટ હેક થવાની સંભાવનાઓ ઘટી જશે. 

વૉટ્સઍપનું સ્વદેશી રિપ્લેસમેન્ટ

ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ sandesએપમાં ઘણાં શાનદાર ફિચર્સ છે. આ એપની મુખ્ય બાબત એ છે કે સ્વદેશી હેવાને લીધે આ એપમાંથી ડેટા ચોરી થવાની સંભાવના ઓછી છે. પણ તેની સાથે આ એપમાં ઘણાં એવા પણ ફિચર્સ છે જે અત્યારસુધી વોટ્સએપે પણ નથી આપ્યા.

આ એપમાં તમે પ્રોફાઈલને વધારે દમદાર બનાવી શકો છો. એટલે કે તમે sandes એપમાં તમારો જન્મદિવસ અને પ્રોફેશનની ડિટેલ્સ પણ નાંખી શકો છો. આ ફિચર વોટ્સએપમાં નથી જોવા મળતા.

મેઇલ થકી પણ મિત્રો સાથે જોડાઈ શકો છો

દેશમાં લોકોનાં યૂઝને ધ્યાનમાં રાખીને sandes એપમાં તમને ઘણાં શાનદાર ફીચર્ચ મળે છે. જેમાં કોઈ દોસ્ત કે સંબંધી સાથે જોડાવા માટે તમારે ફક્ત તમારા મોબાઈલ નંબર પર નિર્ભર રહેવાની જરુર નથી. તમે તમારા દોસ્તો અને સંબંધીઓને ઈમેલ દ્વારા પર sandes એપ સાથે જોડી શકો છો.

ઈમેલથી પણ લોગઈન કરી શકો છો

sandesએપમાં ફક્ત મોબાઈલ નંબર જ નહીં પણ ઈમેલ આઈડીથી પણ લોગઈન કરી શકો છો. જેની સારી વાત એ છે કે જ્યારે તમે કોઈ પણ ડિવાઇસ પર sandes એપને ચલાવી શકો છો.

ચેટબોટ રહેશે હેલ્પ માટે તૈયાર

છેલ્લા ઘણાં વર્ષોમાં વોટ્સએપ યૂઝર તેની કોઈ પણ સમસ્યા માટે એક ચેટોબોટની માંગ કરી રહ્યું છે. sandes એપ દ્વારા લોકોની આ સમસ્યાને પહેલાજ સોલ્વ કરી દીધી છે. જો તમારા sandesએપમાં કોઈ સમસ્યા આવે છે તો તેનાં ઉપાય માટે પહેલાથી જ તમાર પાસે chatbot તૈયાર છે. તેમાં જ્યારે હેલ્પ ટાઈપ કરશો ત્યારે ચેટબોટ તમારી મદદ માટે તૈયાર રહેશે.

લોગઆઉટની સુવિધા પહેલાથી જ

હાલમાંજ લોન્ચ થયેલ sandes એપની એક ખુબી એ છે કે તમને તેમાં લોગઆઉટનું ઓપ્શન મળી રહે છે. જેનો અર્થ એ કે તમે એપથી બ્રેક લેવા માંગો છો તો તમે તેને લોગઆઉટ કરી શકશો. વોટ્સએપ પણ આવુ એક ફિચર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે પણ હજું સુધી લોન્ચ નથી થયું

સંકળાયેલા મુદ્દાઓ

Hacking WhatsApp Whatsapp Hack technology news Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ