રોડ પર જોવા મળે આ ચીજ તો ચેતજો, નહીંતર થઇ જશો હેરાન

By : krupamehta 10:41 AM, 16 May 2018 | Updated : 10:41 AM, 16 May 2018
વારંવાર જ્યારે તમે ઘરથી બહાર નીકળો છો અને રસ્તા પર ચાલો છો ત્યારે ઘણી વખત અનેક વસ્તુઓ દેખાય છે, જેમાંથી અમુક વસ્તુઓ જોઈને મન ખુશ થાય છે, તો કેટલીક ચીજોને જોઈને મન ખરાબ થઇ જાય છે. પુરાણો અનુસાર, કેટલીક વસ્તુઓ એવી છે કે જેની નજીકથી પસાર થવાથી પવિત્રતા નાશ થઇ છે. તેથી આજે અમે તમને કેટલીક વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ, જે તમે જોશો તો તમે દૂર થઈ જશો. તો જોઇએ તે વિશે.

કાંટો
સામાન્ય રીતે જો કોઈ રીતે કાંટો દેખાય તો આપણે દૂરથી નીકળવું, પગમાં કાંટો લાગે. જો શક્ય હોય તો રસ્તામાંથી કાંટાને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી અન્યને કાંટાની પરેશાનીનો સામનો કરવો ના પડે.

વાળ
ઘણી વખત એવું બને છે કે કોઈ વ્યક્તિના વાળ રસ્તામાં દેખાય છે. વાળને અપ્રવિત્ર માનવામાં આવે છે. રસ્તામાં દેખાતા વાળથી દૂર રહીને નીકળવું જોઈએ. જો ખાવામાં વાળ પડેતો સંપૂર્ણ આહાર પણ અપવિત્ર થઇ જાય છે.

નાહવાથી ફેલાયેલું પાણી
જો આપણે ક્યાંક જઈ રહ્યા છીએ અને રસ્તામાં કોઈ વ્યક્તિના સ્નાન પછી ફેલાયેલું પાણી દેખાય છે, તો તે પાણીથી દૂર થઈને રસ્તો પસાર કરવો જોઈએ. તે પાણી ગંદું અને અપવિત્ર ગણાય છે. આ પાણીના સંપર્કમાં આવવાથી તમારી શુદ્ધતાનો નાશ થાય છે.

રાખ
જ્યારે યજ્ઞ હવન જેવા પૂજા કરવાથી કર્મો પૂર્ણ થાય છે. તેમાં રાખ પ્રાપ્ત થયેલી હોય છે. જો રસ્તામાં રાખ દેખાઇ તો દૂરથી નીકળવું. યજ્ઞ હવનની રાખ પવિત્ર હોય છે અને જો તે પગ પર લાગે છે તો તે અશુભ ગણાય છે.Recent Story

Popular Story