બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારી આ 5 કુટેવ કિડની માટે નુકસાનકારક, આજે જ બદલો દરરોજની આદતો

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ કેર / તમારી આ 5 કુટેવ કિડની માટે નુકસાનકારક, આજે જ બદલો દરરોજની આદતો

Last Updated: 04:28 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કિડની શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં તેમજ લોહીમાં પાણી અને પોષક તત્વોનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તમારી કેટલીક આદતો તમારી કિડની માટે હાનિકારક હોઈ શકે છે.તેથી આ આદતોથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે.

1/5

photoStories-logo

1. ખૂબ મીઠું ખાવું

મીઠું એટલે કે સોડિયમના વધુ પડતા સેવનથી કિડની સંબંધિત સમસ્યાઓનો ખતરો વધી જાય છે, કારણ કે વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે અને તેની કિડની પર ખરાબ અસર પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઓછું પાણી પીવાની ટેવ

દરેક વ્યક્તિ જાણે છે કે જીવવા માટે પાણી પીવું કેટલું જરૂરી છે અને સ્વસ્થ રહેવા માટે દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવું યોગ્ય માનવામાં આવે છે. પુષ્કળ પાણી પીવાથી કિડનીને ઝેરી તત્વોને વધુ સારી રીતે બહાર કાઢવામાં મદદ મળે છે. ઓછું પાણી પીવાથી કિડની પર ઘણું દબાણ પડે છે, જે કિડનીને નુકસાન પહોંચાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. દારૂનું સેવન

વધુ પડતી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી સમગ્ર સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આલ્કોહોલ પીવાથી ખાસ કરીને લીવર અને કિડની સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પ્રોસેસ્ડ ખોરાક ખાવો

આજકાલ સમયના અભાવે પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવું ખૂબ જ સામાન્ય બની ગયું છે, પરંતુ આ ખાદ્યપદાર્થોની લાઈફ વધારવા માટે ઘણા પ્રકારના પ્રિઝર્વેટિવ્સ અને વધુ પડતા મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમારી કિડની અને એકંદર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. વધુ પડતુ રેડ મીટ ખાવું

નોન-વેજના શોખીનોની પણ કમી નથી. તે પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ જો તમે વધુ પડતું રેડ મીટ ખાઓ છો તો તેનાથી કિડનીની બીમારીનો ખતરો વધી જાય છે, કારણ કે રેડ મીટમાં પણ ઘણી બધી ચરબી જોવા મળે છે. આ કારણે તમને સ્વાસ્થ્ય સંબંધિત બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

kidney problems Kidney care lifestyle health

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ