બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મોબાઈલમાં આટલા સેટિંગ કરી દો ચેન્જ, દાદા-દાદી પણ આસાનીથી વાપરી શકશે સ્માર્ટફોન

તમારા કામનું / મોબાઈલમાં આટલા સેટિંગ કરી દો ચેન્જ, દાદા-દાદી પણ આસાનીથી વાપરી શકશે સ્માર્ટફોન

Last Updated: 09:00 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કરોડો લોકો હવે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં વૃદ્ધો પાસે પણ સ્માર્ટફોન જોવા મળે છે. કેટલાક દાદા-દાદી પાસે સ્માર્ટ ફોન હોય તો છે પરંતુ તેનો પ્રોપર ઉપયોગ નથી ફાવતો. જો તેમને ફોનમાં કેટલાક સેટિંગ ચેન્જ કરી આપવામાં આવે તો મોબાઈલ વાપરવામાં સરળતા છે.

સ્માર્ટફોન હવે દરેક લોકોની જરૂરત બની ગયો છે. જેમાં દરેક વર્ગ અને દરેક ઉંમરના લોકો સ્માર્ટફોન ઉપયોગ કરે છે. પરંતુ મોટી ઉંમરના લોકોને તેના દરેક ફીચર્સ ઉપયોગ કરતા નથી ફાવતા. જો તમે સ્માર્ટફોનમાં કેટલાક સેટિંગમાં ફેરફાર કરો છો તો તમારા દાદા દાદી કે નાના નાની પણ આસાનીથી તેનો ઉપયોગ કરી શકે છે.

મોટા અક્ષર

મોટી ઉંમરના લોકોને સ્ક્રીન પર લખેલા આંકડા અને અક્ષર આસાનીથી દેખાતા નથી. તેમને અક્ષર જોવામાં મુશ્કેલી પડે છે. આથી અક્ષરની સાઈઝ મોટી કરી દેવી જોઈએ. આ માટે સેટિંગમાં જઈને ડિસ્પ્લે વિકલ્પ પસંદ કરવો. ત્યાં ડિસ્પ્લે સાઈઝ એન્ડ ટેક્સ્ટ વિકલ્પ પસંદ કરી અક્ષર મોટા કરવા.

1600_628 Vatan ni vaat

Keybordના બટન પણ મોટા રાખો

મોટા Keybordના બટનથી વૃદ્ધોને ટાઇપ કરવામાં સરળતા રહે છે. મોટા ભાગે લોકો Gboard કીબોર્ડ વાપરે છે. તેની સાઈઝ મોટી કરવા તે Keyboardને ખોલો તેની જમણી તરફમાં ત્રણ ડોટ પર ટચ કરો. બાદમાં Resize પસંદ કરી પોતાની જરૂરિયાત મુજબ સાઈઝ પસંદ કરો.

લોન્ચર એપ વાપરો

સ્માર્ટ ફોનમાં વિઝેટ, આઇકોન અને બીજા ઓપ્શન આવેલા હોય છે. આ વિકલ્પ જોઈને મોટી ઉંમરના લોકો ગભરાઈ જતા હોય છે. તેને સરળ બનાવવા BIG Launcher કે Elder Launcher જેવી એપ ઉપયોગમાં લેવી. આ એપ મોટા બોક્સ સ્ક્રીન પર બતાવે છે. જેથી તેને ટચ કરવું આસાન બને છે.

બટનનો કરો ઉપયોગ

સ્માર્ટફોનમાં સ્વાઈપનો ઓપ્શન આપવામાં આવે છે. યંગ લોકો તે ઓપ્શનનો ખૂબ ઉપયોગ કરે છે. પરંતુ આ ફીચરનો ઉપયોગ વૃદ્ધો માટે આસાન નથી હોતો. આથી તેમના માટે બટનવાળું નેવિગેશન ચાલુ કરવું. જેના માટે સેટિંગમાં જઈને System પર જાઓ. પછી Gesturesમાં જઈને 3 બટન નેવિગેશન વિકલ્પ પસંદ કરો.

વધુ વાંચોઃ કારમાં આજે જ લગાવી દો આ ડિવાઇસ, ભૂલથી પણ અકસ્માત સર્જાયો તો થશે મદદરૂપ

ડાયરેક્ટ ડાયલનું વિજેટ

જો તમારા દાદા દાદીને મોબાઈલ ફોનમાં કોન્ટેક્ટ શોધવામાં મુશ્કેલી પડતી હોય તો ડાયરેક્ટ ડાયલ વિજેટનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે સ્ક્રીન પર થોડી વાર ટચ કરીને રાખવું અને વિજેટ પસંદ કરો. બાદમાં કોન્ટેક્ટ શોધો કે પછી ડાયરેક્ટ ડાયલને સ્ક્રોલ કરીને શોધો. તેને હોમ સ્ક્રીન પર લાઓ. તેમાં એ કોન્ટેક્ટને પસંદ કરો જેને તમે પહેલા ફોન કરવા માંગો છો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smart phone Use Mobile Settings Mobile Phones
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ