EPFO રેકોર્ડમાં જન્મ તારીખ બદવાની ઓનલાઈન પ્રોસેસ સરળ થઈ ગઈ છે.
EPFOમાં અપડેટ કરીલો ડેટ ઓફ બર્થ
નહીં તો અટકી જશે રિટાયરમેન્ટ બેનેફિટ્સ
જાણો શું છે જન્મ તારીખ બદલવાની રીત
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને પોતાના રેકોર્ડમાં જન્મતિથી બદલવા સંબંધિત માપદંડોને વધુ સરળ બનાવ્યા છે. ઈપીએફઓએ પોતાના એપડેટમાં જણાવ્યું છે કે તેના રેકોર્ડમાં હવે જન્મતારીખને ઓનલાઈન બદલી શકાશે. તેના માટે તમારે સરળતાથી પ્રોસેસને ફોલો કરવાનું રહેશે. જણાવી દઈએ કે જો તમારા રેકોર્ડમાં ડેટ ઓફ બર્થની ડિટેલ્સ સાચી નથી તો તમારા રિટાયરમેન્ટ બેનેફિટ્સ લેવામાં મુશ્કેલીઓ આવી શકે છે. જો તમારી જન્મતારીખનું અંતર 3 વર્ષથી ઓછું છે તો તેની પ્રક્રિયા અલગ છે અને જન્મતારીખનું અંતર ત્રણ વર્ષથી વધારે છે તો તેના માટે પ્રોસેસ ફોલો કરવાની રહેશે.
EPFOએ પોતાના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કરી જન્મતારીખ અપડેટ કરવાની જાણકારી આપી છે. તેમાં અરળ રીતે સમજાવવામાં આવ્યું છે કે તમે પોતાના EPFO રેકોર્ડમાં પોતાની જન્મતારીખને કઈ રીતે બદલી શકો છો.
રેકોર્ડમાં જન્મતારીખ બદલવાની રીત
જન્મતિથિમાં ફેરફાર માટે સૌથી પહેલા ઈપીએફઓની વેબસાઈટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જોઈ. યુઝર આઈડી અને પાસવર્ડથી લોગઈન કરો. જો તમારી જન્મ તારીખમાં ફેર 3 વર્ષથી ઓછો છે તો પોર્ટલ પર તમને આધાર/ ઈ-આધાર અપલોડ કરવાની જરૂર પડશે. ત્યાં જ જો તમારી જન્મતારીખમાં ફેર ત્રણ વર્ષથી વધારે છે તો આધાર/ ઈ-આધારની સાથે લિસ્ટમાં આપવામાં કોઈ એક દસ્તાવેજ જમા કરવાનું રહેશે.
કયા કયા દસ્તાવેજ લિસ્ટમાં છે શામેલ?
કોઈ પણ સ્કૂલ/એજ્યુકેશન સાથે જોડાયેલું સર્ટિફિકેટ
જન્મ અને મૃત્યુનું રજીસ્ટ્રાર અને જાહેર કરેલ બર્થ સર્ટિફિકેટ
પાસપોર્ટ
સેન્ટ્રલ અથવા સ્ટેટ ગવર્નમેન્ટના સર્વિસ રેકોર્ડના સર્ટિફિકેટ
ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈએસઆઈસી કાર્ડ જેવા કોઈ પણ દસ્તાવેજ જેવા કે ગવર્નમેન્ટ ડિપાર્ટમોન્ટની તરફથી જાહેર કરવામાં આવ્યું હોય.
મેમ્બરની તપાસ બાદ સિવિલ સર્જનની તરફથી જાહેર મેડિકલ સર્ટિફિકેટ
કેમ જરૂરી છે જન્મતારીખ?
ભવિષ્ય વિધિ યોજના અને પેન્શન યોજના હેઠળ પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન બેનિફિટ મેળવવા માટે ઈપીએફઓના રેકોર્ડમાં યોગ્ય જન્મ તારીખ મહત્વપૂર્ણ છે. જો તમારી જન્મતારીખમાં કોઈ મોટી ગડબડ થશે તો તમારે યોગ્ય ઉંમમાં રિટાયરમેન્ટનો યોગ્ય બેનેફિટ નહીં મળી શકે.