બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શિક્ષકની બદલી માટે નિયમમાં કરાયા ફેરફાર, હવેથી આ બાબત ધ્યાને નહીં લેવાય
Last Updated: 10:36 AM, 13 February 2025
શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકની બદલી માટેની નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં બદલાયેલા નિયમો પ્રમાણે હવે શિક્ષકની બદલી માટે વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને લેવામાં આવશે નહી. અગાઉ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે બદલી કરવામાં આવતી હતી જે જોગવાઈ રદ કરવામાં આવી છે. ત્યારે શિક્ષકોની જિલ્લા ફેરબદલીના નિયમોમાં સુધારો કરવામાં આવતા શિક્ષકોમાં હાશકારો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
કેન્દ્રીય કર્મચારી-બેંક કર્મચારીને લાભ
વધુમાં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતા ફેરફાર મુજબ પતિ-પત્નીના કિસ્સામાં કેન્દ્રીય કર્મચારી-બેંક કર્મચારી હોય તેમને પણ લાભ મળશે. ધોરણ 10 અને 12 બોર્ડ ના પરિણામ અને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે મેરિટ ગણવાની જોગવાઇ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાત કેડરના બે IAS અધિકારીની LBSNAA સિવિલ સર્વિસીઝ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી
ત્યારે આ નિર્ણયના આધારે શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ શિક્ષણ વિભાગને મળેલી રજૂઆતોના આધારે આ નિયમ રદ્દ કરવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લા ફેરબદલીના કિસ્સામાં પણ ટેકનિકલ ફેરફાર કરવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.