Change in Pavagadh Mahakali Mataji temple timings during Chaitri Navratri
SHORT & SIMPLE /
ચૈત્ર નવરાત્રીમાં દર્શન કરવા પાવાગઢ જવાના હોવ તો આટલું જાણી લેજો: ટ્રસ્ટ દ્વારા કરાયો સમયમાં ફેરફાર
Team VTV02:17 PM, 18 Mar 23
| Updated: 02:25 PM, 18 Mar 23
ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર સવારના 5.00 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે.
પાવાગઢ મંદિરમાં દર્શનનો સમયગાળો નક્કી કરાયો
22 માર્ચથી 6 એપ્રિલ સુધી દર્શનનો સમય નક્કી કરાયો
સવારના પાંચથી રાત્રિના આઠ સુધી ખુલ્લુ રહેશે મંદિર
યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીમાં દર્શનનો સમયગાળો નક્કી કરાયો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 22 માર્ચથી 6 એપ્રિલ સુધી દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર ચૈત્રી નવરાત્રી દરમિયાન સવારના 5.00 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. આ ઉપરાંત રવિવાર અને આઠમના દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યે મંદિર દર્શન માટે ખુલ્લું મુકાશે. મહત્વનું છે કે, ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા છે.
ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન માટે ભક્તો ચૈત્રી તેમજ આસો નવરાત્રી દરમિયાન તેમજ આઠમ, પૂનમ તેમજ શનિ-રવિવારની રજાઓમાં લાખોની સંખ્યામાં ઉમટી પડે છે. આદ્યશક્તિ માં જગદંબાની આરાધનનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રી પર્વ અને તેમાં પણ આઠમના રોજ દર્શન વિશેષ મહિમા હોય છે. આઠમના દિવસે યાત્રાધામ પાવાગઢ ખાતે બે લાખની આસપાસ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે ભક્તો ધસારાને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
માતાજીના દર્શનનો સમય નીચે મુજબ નક્કી થયેલ છે
બહુચરાજી મંદિરમાં પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન બહુચરાજી માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.