બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર

અગત્યનું / ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર

Last Updated: 05:15 PM, 10 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 12 સામાન્ય પ્રવાહ ની બોર્ડની પરીક્ષાની તારીખને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા પરિક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે ધુળેટીની રજા જાહેર કરી હોવાથી પરિક્ષાની તારીખોમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો હતો.

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 14 માર્ચે સરકારે ધુળેટીની રજા જાહેર કરી હોવાથી તારીખોમા ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં માર્ચની 13 અને 14 તારીખના રોડ પેપર લેવામાં આવશે નહીં.

તારીખોમાં ફેરફાર

આ બાબતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામકે પરિપત્ર જાહેર કરીને જણાવ્યુ હતુ કે ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરી-માર્ચ-2025 માં લેવાનાર મુખ્ય પરીક્ષા-2025 નો કાર્યક્રમ તા.15-10-25 ના રોજ બોર્ડની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ની જાહેર રજાઓ જાહેર કરવામાં આવી હતી.

જેમાં ધૂળેટીની રજા તારીખ4-03-2025 ના રોજ જાહેર થયેલ છે જેથી હોળી તારીખ 13-03-2025 ના રોજ થનાર હોઈ ફક્ત ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે મુજબ ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા તા.27-02 થી 17-03 દરમ્યાન યોજાશે. આમ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સુધારેલ કાર્યક્રમ બોર્ડની બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મૂકવામાં આવેલ છે, જેની નોંધ લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યઓએ લેવી તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ક્યારે થશે જાહેર?, સામે આવ્યું સૌથી મોટું અપડેટ, મંત્રીઓને જવાબદારી

ક્યારથી શરૂ થશો બોર્ડની પરીક્ષા વાંચો સંપૂર્ણ કાર્યક્રમ

ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને ઉપયોગી સમાચારી સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવ્યું છે કે ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાનાર મુખ્ય પરીક્ષા તા.27/02/2025 થી તા.17/03/2025 દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

board exam date change board exam news education department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ