બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Chandrayaan-3's Vikram and Pragyan fell into a deep sleep on the moon

ચંદ્રયાન-3 અપડેટ / ચંદ્ર પર ગાઢ નિંદ્રામાં પોઢી ગયા ચંદ્રયાન-3ના વિક્રમ અને પ્રજ્ઞાન: જાણો કેમ ન ખૂલી શકી 'આંખો'

Priyakant

Last Updated: 12:06 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan-3 Update News: ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું છે કે, બંનેએ પોતાનું કામ પૂર્ણ કરી લીધું છે. તેમ છતાં એવી આશા છે કે, જો પ્રજ્ઞાન અને વિક્રમ ફરી જાગી શક્યા હોત તો કેટલીક વધુ મહત્વપૂર્ણ માહિતી મળી હોત

  • ચંદ્રયાન-3 ના લેન્ડર અને રોવરને જાગૃત કરવાની આશા હવે ધીરે ધીરે ધૂંધળી
  • ચંદ્રયાન-3 ના લેન્ડર અને રોવરે પોતાનું કામ પૂર્ણ કરી લીધું છે:  એસ સોમનાથ
  • જો પ્રજ્ઞાન અને વિક્રમ ફરી જાગી શક્યા હોત તો કેટલીક વધુ મહત્વપૂર્ણ માહિતી મળી હોત

Chandrayaan-3 Update : ચંદ્રયાન-3 ના લેન્ડર અને રોવરને જાગૃત કરવાની આશા હવે ધીરે ધીરે ધૂંધળી થઈ રહી છે. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું છે કે, બંનેએ પોતાનું કામ પૂર્ણ કરી લીધું છે. તેમ છતાં એવી આશા છે કે, જો પ્રજ્ઞાન અને વિક્રમ ફરી જાગી શક્યા હોત તો કેટલીક વધુ મહત્વપૂર્ણ માહિતી મળી હોત. હાલમાં પ્રજ્ઞાન અને વિક્રમનું શું થયું તે અંગે અટકળો ચાલી રહી છે કે તે બંને ગાઢ નિંદ્રામાંથી જાગી શક્યા નથી. 

આ કારણે સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા  
ચંદ્રયાન 3ના લેન્ડર અને રોવરને 14 દિવસ કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. ચંદ્ર પર સૂર્યોદય પછી, ચંદ્રયાન-3 એ કામ કર્યું અને પૃથ્વી પર માહિતી પ્રસારિત કરી. પરંતુ દક્ષિણ ધ્રુવ પર અંધકાર આવતાની સાથે જ પ્રજ્ઞાન અને રોવરને સ્લીપ મોડ પર મૂકવામાં આવ્યા હતા. આનું કારણ એ હતું કે ચંદ્ર પરનું તાપમાન રાત્રે ઘણું ઓછું થઈ જાય છે. આવી સ્થિતિમાં રોવર પ્રજ્ઞાન માટે ત્યાં ટકી રહેવું ખૂબ મુશ્કેલ હશે. તેથી તેમના સાધનોને બચાવવા માટે તેઓને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા.

આવા જોખમોની અપેક્ષા
ચંદ્ર પરના તાપમાનમાં મોટા પ્રમાણમાં વધઘટ થાય છે. દિવસ દરમિયાન તાપમાન ખૂબ ઊંચું હોય છે અને રાત્રે ખૂબ ઓછું હોય છે. ખાસ વાત એ છે કે અહીં પૃથ્વી પર દિવસ અને રાત 14-14 દિવસ સમાન હોય છે. આવી સ્થિતિમાં જો આટલા લાંબા સમય સુધી તાપમાન નીચું અથવા ઊંચું રહે છે, તો રોવર અને લેન્ડરના ઘટકોને નુકસાન થવાનું જોખમ ઘણું વધારે હશે. આ તમામ બાબતોની સાથે સાથે ચંદ્ર પર રેડિયેશનનું જોખમ પણ ઘણું વધારે છે. રોવર અને લેન્ડર પણ આ રેડિયેશનથી જોખમમાં છે.

આ સિવાય ચંદ્ર પર વારંવાર તોફાન આવે છે. ત્યાંની ધૂળ પણ ખૂબ જ બારીક હોય છે. જો આ ધૂળ રોવર અથવા લેન્ડરની સપાટી પર ચોંટી જાય તો તેને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત તેમની સોલર પેનલ પર ધૂળનો સંચય રોવર અને લેન્ડરની પોતાને ચાર્જ કરવાની ક્ષમતાને પણ અસર કરી શકે છે. તેનું કારણ એ છે કે, તે સૌર ઉર્જાથી ચાર્જ થાય છે. જો પેનલ્સ પર ધૂળ રહે છે, તો ચાર્જિંગ સંપૂર્ણપણે થશે નહીં. આવી સ્થિતિમાં બેટરીની આવરદા સમાપ્ત થઈ જશે અને તેના કાર્યને અસર થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Chandrayaan-3 Chandrayaan-3 Update ચંદ્રયાન-3 પ્રજ્ઞાન વિક્રમ રોવર Chandrayaan-3 Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ