બ્રેકિંગ ન્યુઝ
VTV / chandrayaan 3 final deboosting operation successfully reduced lm orbit to 25 km
Vikram Mehta
Last Updated: 07:56 AM, 20 August 2023
ADVERTISEMENT
ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. વિક્રમ લેન્ડર 20 ઓગસ્ટના રોજ આજે સવારે 2થી3 વાગ્યાની વચ્ચે ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે. વિક્રમ લેન્ડર ચંદ્રથી 25 કિલોમીટર દૂર છે, અગાઉ તે 113 કિમી x 157 કિમીની ઓર્બિટમાં હતું.
બીજા ડિબૂસ્ટિંગ ઓપરેશને ઓર્બિટને 25 કિમી x 134 કિમી સુધી ઓછું કરી દીધું છે. જેથી વિક્રમ લેન્ડર ચંદ્રથી માત્ર 25 કિલોમીટર દૂર છે અને 23 ઓગસ્ટના રોજ સફળ લેન્ડિંગ કરશે. લેન્ડિંગ પહેલા મોડ્યુલે આંતરિક તપાસમાંથી પસાર થવું પડશે અને નિર્ધારિત લેન્ડિંગ સ્થળ પર સૂર્યોદયની રાહ જોવાની રહેશે.
ADVERTISEMENT
18 ઓગસ્ટના રોજ પહેલી ડિબૂસ્ટિંગ થઈ હતી
ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ માટે ચંદ્રયાન-3ના લેન્ડરની સ્પીડ ઓછી હોવી ખૂબ જ જરૂરી છે. લેન્ડિંગ મશીન માટે તે સૌથી મોટો પડકાર છે. અગાઉ 18 ઓગસ્ટના રોજ ડિબૂસ્ટિંગની પહેલી પ્રક્રિયા કરવામાં આવી હતી.
ઈસરોએ રવિવારના રોજ થયેલ બીજી અને છેલ્લી ડિબૂસ્ટિંગ વિશે જણાવ્યું છે કે, ઓપરેશન સફળ રહ્યું છે. ઓર્બિટે 25 કિમી x 134 કિમી ઓછું કરી દીધં છે. 23 ઓગસ્ટના રોજ સોફ્ટ લેન્ડિંગ માટે પોવર્ડ ડિસેંટ સાંજે 5.45 વાગ્યે શરૂ થઈ શકે છે.
દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ થશે
વિક્રમ લેન્ડર ચંદ્રના એવા ઓર્બિટમાં છે, જ્યાં ચંદ્રનું સૌથી નજીકનું બિંદુ 25 કિમી અને સૌથી દૂર 134 કિમી છે. આ કક્ષામાંથી બુધવારે 23 ઓગસ્ટના રોજ દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગની કોશિશ કરવમાં આવશે. અત્યાર સુધી દક્ષિણ ધ્રુવ પર કોઈ મિશન પહોંચી શક્યું નથી. આ કારણોસર ઈસરોએ આ સ્થળે ચંદ્રયાન મોકલ્યું છે.
વિક્રમ લેન્ડર સ્વસંચાલિત મોડમાં ચંદ્રની કક્ષામાં ઉતરી રહ્યું છે, અને આપમેળે નિર્ણય લઈને આગળની પ્રક્રિયા કરી રહ્યું છે. ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યા પછી ભારત આ ઉપલબ્ધિ હાંસલ કરનાર ચોથો દેશ બની જશે. અમેરિકા, રશિયા અને ચીને જ આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT