બસ થોડી ક્ષણોમાં ચંદ્રયાન 2 દક્ષિણ ધ્રુપ પર સૉફ્ટ લેન્ડિંગ કરશે. ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે આજે ઐતિહાસિક દિવસ છે. રાત્રે દોઢથી અઢી કલાક વચ્ચે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ચંદ્રયાન 2 ઉતરશે.
7 સપ્ટેમ્બરની રાત્રે અંદાજિત 1.38 વાગ્યે ચંદ્રયાન 2 ચંદ્ર પર 35 કિમીની ઊંચાઇથી સપાટી તરફ જવાનું શરૂ કરશે. અંદાજિત 10 મિનિટ બાદ 7.4 કિમીની ઊંચાઇથી આના પર બ્રેક લગાવવામાં આવશે. આ બ્રેક તેમના એન્જિનની વિપરીત દિશામાં સ્ટાર્ટ કરી દેવામાં આવશે. અંદાજિત બે મિનિટ બાદ 1.50 વાગ્યે વિક્રમ લેન્ટર ચંદ્રની સપાટીને માપવાનું શરૂ કરશે. તેના બે મિનિટ બાદ 1.52 કલાકે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીની સૌથી નજીકની તસવીર પૃથ્વી પર ઇસરો સેન્ટર મોકલશે.
ચંદ્રયાન - 2 ની લેડીંગ કેવી રીતે ?
2 સપ્ટેમ્બર - ઓર્બિટરથી લૈંડર અલગ થયો
7 સપ્ટેમ્બર - ચંદ્રના દક્ષિણી ધૃવ પર ઉતરશે લૈંડર
રાત્રે 1 થી 2 વચ્ચે લૈંડિંગ થશે
'વિક્રમ'ની લૈંડિંગમાં 15 મિનીટ લાગશે
ટેક્નિકલ રીતે મુશ્કેલભર્યો સમય
લૈંડિંગ પછી રોવરનો દરવાજો ખુલશે
રોવરને બહાર નીકળવામાં 4 કલાકનો સમય
રોવર ચંદ્રની સપાટી પર બહાર આવશે
15 મિનીટમાં લૈંડિંગની તસ્વીરો આવશે
ચંદ્રયાન - 2 ક્યારે કઈ પ્રક્રિયા?
રાત્રે 1.38 વાગે - ઉંચાઇ 30 કિમી
રાત્રે 1.38 વાગે - અધરો બ્રેકિંગ સમય શરૂ
રાત્રે 1.48 વાગે - ઉંચાઇ 7.4 કિમી
રાત્રે 1.48 વાગે - સામાન્ય બ્રેકિંગ પ્રક્રિયા શરૂ
રાત્રે 1.50 વાગે - નેવિગેશન શરૂ
રાત્રે 1.52 વાગે - લૈંડર ચંદ્રની લપાટી પર તસ્વીર લેશે