ચંદ્રયાન-2 અને તેની સફળતાના દાવાઓ પર હવે સવાલ ઉઠવા લાગ્યા છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) પ્રમુખ ડૉ. કે. સિવને શનિવારે કહ્યું હતું કે ચંદ્રયાન-2નું ઓર્બિટર બિલકુલ યોગ્ય કામ કરી રહ્યું છે. અને ભારતનું આ બીજુ મૂન મિશન 98 ટકા સફળ રહ્યું. એમના આ નિવેદન પર હવે સવાલ ઉઠ્યા છે.
વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ ઇસરો પ્રમુખના દાવા પર સવાલ ઉઠાવ્યા
ચંદ્રયાન-2' મિશનમાં કેટલીક ટેક્નિક ગરબડ થઇ હતી
કે. સિવને કહ્યું હતું કે, ચંદ્રયાન-2 મિશન 98 ટકા સફળ રહ્યું
કેટલાક વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ ઇસરો પ્રમુખ દ્વારા કરવામાં આવેલા દાવા પર આપત્તિ દર્શાવી છે. કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 'વિક્રમ' ની સફળ લેન્ડિંગ આ મૂન મિશનનો મહત્વપૂર્ણ ભાગ હતો, પરંતુ તે ન થઇ શકી. ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ઘણી તેજ ગતિથી ચંદ્ર સાથે ટકરાયુ અને કદાચ હંમેશા માટે ખોવાઇ ગયું.' એમનું કહેવું છે કે 'સંપૂર્ણ તપાસ કર્યા વિના આવા દાવા કરવાથી દુનિયા સામે આપણે હાંસીપાત્ર બનીએ છીએ.'
અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC)ના પૂર્વ ડિરેક્ટર અને ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક તપન મિશ્રાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એમણે લખ્યું કે, 'નેતૃત્વ કરનાર પ્રેરણા આપે છે, મેનેજ નથી કરતા.'
એક વૈજ્ઞાનિકે કહ્યું કે 'ચંદ્રયાન-2' મિશનમાં કેટલીક ટેક્નિક ગરબડ થઇ હતી. તેમના અનુસાર ઇસરોએ વિક્રમ લેન્ડરને એક થ્રસ્ટરની સાથે મોકલવા જોઇતા હતા, પાંચની સાથે નહીં. તેથી ટેકનિક સરળ બને છે. આખી દુનિયામાં આ પ્રક્રિયા અપનાવામાં આવે છે.'
કે. સિવને શું કહ્યું હતું?
ઇસરો પ્રમુખ કે. સિવને શનિવારે મીડિયા સાથેની વાત કરતા કહ્યું હતું કે 'અમે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવામાં સફળ ન થઇ શક્યા. પરંતુ ચંદ્રયાન-2નું ઓર્બિટર બિલકુલ યોગ્ય અને સારી રીતે કાર્ય કરી રહ્યું છે. આ ઓર્બિટરમાં કુલ 8 ઉપકરણ લાગ્યા છે. દરેક ઉપકરણનું પોતાનું એક અલગ-અલગ કામ નિર્ધારિત છે. આ તમામ પ્લાન મુજબ કામ કરી રહ્યા છે. ઇસરો પ્રમુખે બતાવ્યું કે ચંદ્રયાન-2 મિશન 98 ટકા સફળ રહ્યું છે. તેના બે મુખ્ય કારણ છે. પહેલું છે વિજ્ઞાન અને બીજુ છે ટેક્નિકલ સિદ્ધિ. ટેક્નિકલ સફળતાની વાત કરીએ તો, આપણે લગભગ પૂર્ણ સફળતા મેળવી છે.'