આપણે સામાન્યતઃ જીવનમાં જોતા હોઇએ છીએ કે ક્યારેક કુદરત લોકો પર એટલી મહેરબાન થઇ જાય છે કે ત્યારે આપણને પણ તે જોઇને જરૂરથી નસીબમાં વિશ્વાસ થવા લાગે. ત્યારે આવું જ નસીબ માણાવદરના કતકપરા ગામની એક મહિલા પર મહેરબાન થયું છે.
રાનુ મંડલ બાદ હવે માણાવદરની મહિલાએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી
સોશિયલ મીડિયામાં રાનુ મંડલ ચમક્યા બાદ હવે ગુજરાતની રાનુ મંડલનો વીડિયો પણ સામે આવ્યો છે. માણાવદરના કતકપરા ગામની મહિલાનો એક વીડિયો વાયરલ થયો છે. જે પોતાના સૂર રેલાવતા નજરે પડી રહ્યાં છે. મહીલા ભિક્ષા માંગીને પોતાની ગુજરાન ચલાવતા હતા. તે સમયે ભાવનગરનાં પોલીસ કોન્સ્ટેબલે ચંદ્રાબેન પરમારનો વીડિયો બનાવ્યો હતો. જે વીડિયોએ સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી છે. તો આ તરફ ગાયક કલાકારો પણ ચંદ્રાબેનનાં સમર્થનમાં આવ્યાં છે. ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીરે ચંદ્રાબેનને ભાવનગરમાં પ્લેટફોર્મ પુરૂ પાડવાની જાહેરાત કરી છે.
ચંદ્રાબેનનાં સમર્થનમાં ઉતર્યા ગાયક કલાકારો
તાજેતરમાં માણાવદરના કતકપરા ગામની મહિલા ચંદ્રાબેન કે જે ભિંકધવૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને સારા ગાયક છે. તેમનો વિડિયો વાયરલ થતાં હવે તેને મદદ કરવાને અર્થે મોટા કલાકારો પણ મેદાનમાં આવ્યાં છે. ચંદ્રાબેનનાં અવાજને પ્રોત્સાહન આપવા ગુજરાતી ગાયક કલાકારો પણ તેમનાં સમર્થનમાં ઉતર્યા છે. આજે ભાવનગર આવેલા કિર્તીદાન ગઢવી તેમજ માયાભાઇ આહીરે આ મહિલાને પ્લેટફોર્મ પૂરું પાડવાની ભાવનગરમાં જાહેરાત કરી છે.
માયાભાઇ આહીર
ચંદ્રાબેન ઝૂંપડામાં રહે છે
જૂનાગઢનાં માણાવદર તાલુકાના કતકપરા ગામના ચંદ્રાબેન ગાતા ગાતા તેઓ ભાવનગર પહોંચ્યાં હતાં. કોકિલ કંઠ ધરાવતા ચંદ્રાબેન જરપાંજર ઝુંપડામાં રહે છે પણ તેઓ અનેક એવાં સારા સારા લોકગીતો અને ભજનો ગાઈને લોકોને ગુજરાતી સંગીતનાં રંગમાં રંગી નાંખે છે.
કિર્તીદાન ગઢવી
કેવી રીતે કોકિલા આવી સામે? ભાવનગર દિનેશભાઇ બોરીચા નામના પોલીસ જવાને ચંદ્રાનો અવાજ સાંભળ્યો અને તેનો વીડિયો બનાવ્યો હતો. અને બસ પછી શું ચંદ્રાના અવાજનો જાદૂ એવો તો ચાલ્યો કે જોત જોતામાં આ વીડિયોવાઈરલ થઈ ગયો. દિનેશભાઈનું કહેવું છે મને મારા મિત્ર શિવરાજસિંહ ઝાલાએ જાણ કરી હતી અને અમે તેમને લોકો સુધી પહોંચાડવા માટે કટીબધ્ધ થયા હતા.
ચંદ્રાબેન પહોંચ્યા લોક સ્ટુડિયો
આ અંગે લોક સ્ટુડીયો બોલાવીને ચંદ્રાબેનના સંગીતને સન્માન આપવામાં આવ્યું. તેમના સોરઠી અવાજને વધુ માંજવા માટે લોકસંગીત ગાયકીની ટ્રેનીંગ આપવા પણ કેટલાક લોકો કટીબધ્ધ થયા હતા. હાલમાં ચંદ્રા પરમાર ઘેરઘેર જાણીતા થઈ ગયા છે.
દિવાળીબેન ભીલ સાથે સરખામણી
લોકો તેમની લોકસંગીત ગાવાની શૈલી અને અવાજને ગુજરાતના નાક દિવાળીબેન ભીલ સાથે સરખાવી રહ્યા છે.