બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:53 PM, 12 November 2024
જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર દેવ મહત્વનું સ્થાન ધરાવે છે. નવગ્રહોમાં ચંદ્ર એવો ગ્રહ છે, કે જે સૌથી જલદી રાશિ પરિવર્તન કરે છે. ચંદ્ર દેવ માત્ર સવા બે દિવસ માટે કોઈ રાશિમાં બિરાજમાન રહે છે. વૈદિક પંચાંગ અનુસાર 12 નવેમ્બર 2024 સવારે વાગીને 21 મિનિટે ચંદ્ર મીન રાશિમાં ગોચર કરશે. મીન રાશિમાં ચંદ્ર દેવ 14 નવેમ્બર 2024 સવારે 3 વાગીને 10 મિનિટ સુધી રહેશે. તો ચાલો જાણીએ આ વખતે ચંદ્ર દેવનું મીન રાશિમાં ગોચર કઈ-કઈ રાશિના જાતકો માટે શુભ રહેશે.
ADVERTISEMENT
ચંદ્ર ગોચરની રાશિઓ પર અસર
ADVERTISEMENT
મેષ રાશિ
આ રાશિના જાતકો પર ચંદ્ર ગોચરની સકારાત્મક અસર પડશે. જો વિદ્યાર્થીઓ સકારાત્મક વિચારો સાથે આગળ વધશે તો કરિયરમાં સારી પ્રગતિ નક્કી છે. નોકરી કરતા જાતકો સમય પર ઓફિસનું કામ પૂરું કરશે, જેથી પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. પરિવાર સાથે બહાર ટ્રીપ પર જવાનો પ્લાન બની શકે છે. દુકાનદારોને નવા ઓર્ડર મળતા કામમાં વધારો થશે અને સાથે જ આવક પણ ડબલ થઈ શકે છે.
સિંહ રાશિ
મેષ રાશિ સિવાય સિંહ રાશિના લોકો માટે પણ ચંદ્ર ગોચર શુભ રહેશે. વ્યવસાયમાં આવતી ચૂનોતીઓથી પૂરી થશે, જેથી માનસિક શાંતિ મળશે. આ સિવાય નવા ઓર્ડરથી સારો નફો મળી શકે છે. નોકરી કરતા જાતકોને પ્રમોશન કે ઇન્ક્રિમેન્ટ માટે સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં પ્રેમ વધશે. ધાર્મિક સ્થળ પર મિત્રો સાથે જવા પ્લાન બની શકે છે.
વધુ વાંચો: ગુરુ અને શનિની બદલાતી ચાલથી માલામાલ થઇ જશે આ 5 રાશિના જાતકો, ક્યાંક તમારી તો રાશિ નથી ને!
કુંભ રાશિ
જો તમારી રાશિ કુંભ છે, તો આવનારા થોડા દિવસો તમારા પક્ષમાં રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થશે, જેથી માનસિક શાંતિ મળશે. જો બિઝનેસમેનનો કોઈ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તો તેમાં પણ સફળતા મળવાની શક્યતા છે. જે લોકો પાસે દુકાન છે અથવા નોકરી કરે છે તેમને આર્થિક લાભ થઈ શકે છે. સારા ધનલાભના કારણે કુંભ રાશિના લોકો પણ આ મહિને વાહન ખરીદી શકે છે. વિદ્યાર્થીઓને કરિયરમાં સફળતા મળશે. 50 વર્ષથી વધુ ઉંમરના લોકોનું સ્વાસ્થ્ય આ અઠવાડિયુ સારું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.