બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વર્ક પરમિટના નામે કર્યો પોર્ટુગલના વિઝા આપવાનો વાયદો, બાદમાં ચાંદખેડાના આ પરિવારને 22 લાખમાં રોવડાવ્યાં
Last Updated: 09:39 PM, 9 August 2024
અમદાવાદના ચાંદખેડાના પરિવાર સાથે વિદેશ મોકલવાના નામે 22 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. કૌશિક પરમાર નામના પોસ્ટમેને સરતાજસિંહ નામના વ્યક્તિ વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 22 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
ચાંદખેડાના પરિવાર સાથે 22 લાખની છેતરપિંડી
ADVERTISEMENT
જેમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેમણે પોતાના પરિવાર માટે પોર્ટુગલના વર્ક પરમિટ માટે એપ્લાય કર્યું હતું. જેથી આરોપીએ 22 લાખ લઇ પરિવારને આર્મેનિયા ટૂરિસ્ટ વીઝા પર મોકલી ત્યાંથી પોર્ટુગલના વીઝા અપાવવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો: કોંગ્રેસનો દાવ ઊંઘો પડ્યો, રાજકોટ-સુરતની ન્યાય યાત્રામાં પીડિતોની પાંખી હાજરી ઉડીને વળગી
આરોપી વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
જેમાં આરોપીએ 16 લાખ રોકડ અને 6 લાખ ગૂગલ પેથી ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ આરોપીએ 21 દિવસના આર્મેનિયાના ટૂરિસ્ટ વીઝા આપીને છેતરપિંડી આચરી છે. જેથી ચાંદખેડા પોલીસે સરતાજસિંહ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.