બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો વ્યાપ વધ્યો, 88 કેસમાંથી 36ના મોત, જુઓ કયા જિલ્લામાં કેટલા કેસ
Last Updated: 11:18 PM, 22 July 2024
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના 88 કેસ નોંધાયા છે. અત્રે જણાવીએ કે, ચાંદીપુરાના પોઝીટીવ 22 કેસ કન્ફર્મ થયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 36ના મૃત્યુ થયા છે.
ADVERTISEMENT
22 હજારથી વધુ ઘરોમાં સર્વેલન્સ હાથ ધરાયું
રાજ્યમાં હાલ 46 દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે, તેમજ 22 હજારથી વધુ ઘરોમાં સર્વેલન્સ હાથ ધરાયું છે જ્યારે 1.36 લાખથી વધુ ઘરોમાં દવાનો છંટકાવ કરાયો છે
ADVERTISEMENT
ADVERTISEMENT
શું છે આ ચાંદીપુરા વાયરસ ?
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.
ADVERTISEMENT
આ પણ વાંચો: VIDEO: 2 મહિનામાં જ ભ્રષ્ટાચારનો બ્રિજ એક તરફ બેસી ગયો, સોમનાથ-ભાવનગર હાઇવે પર કાચું કામ
ADVERTISEMENT
આ વાયરસથી બચવા શું કરવું
ગુજરાતમાં 14 વર્ષ પહેલા ચાંદીપુરા વાયરસે 14 લોકોનો જીવ લીધો હતો. આ વાયરસના કારણે તાવ આવે છે. આ વાયરસ ગામડામાં લીંપણમાં રહેતી માખીને કારણે ફેલાય છે. જે લોકોના ઘરમાં લીંપણ હોય તે લોકોએ તેમના ઘરમાં લીંપણને ઉખાડી દેવું જોઈએ તેમજ આ માખીનો નાશ કરી દેવો જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.