બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો, બે દિવસમાં જ આંકડો 58ને પાર અને 20 બાળકોનાં મોત
Last Updated: 10:15 AM, 20 July 2024
Chandipura virus : ગુજરાતમાં ચાદીપુરાના કેસમાં બે દિવસમાં વધારો નોંધાયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ શંકાસ્પદ વાયરસના કેસનો આંકડો 58 પર પહોંચ્યો છે.. આ સાથે આ શંકાસ્પદ કેસમાં અત્યાર સુધીમાં કુલ 20ના મૃત્યુ થયા છે. નોંધનિય છે કે, અત્યાર સુધી આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવતા હતા. આ સેમ્પલનું પરિણામ આવતા અંદાજિત એક સપ્તાહ જેટલો સમય લાગતો હતો. જોકે હવે આ સુવિધા ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)માં ઉભી કરાઈ છે. જેને લઈ હવે ચાંદીપુરા વાયરસનું ઝડપથી નિદાન થાય અને સારવાર કરી શકાય.
ADVERTISEMENT
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાથી શરૂ થયેલ ચાંદીપુરા વાયરસના કેસો હવે ધીરે ધીરે રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ સામે આવી રહ્યા છે. આ તરફ હવે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આરોગ્ય તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરસને નિયંત્રિત કરવા માટે લેવાઈ રહેલ પગલાં અંગે સમીક્ષા કરી હતી. આ સાથે હવે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી માટે 104 નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સતત ચાંદીપુરાના કેસમાં વધારો
ADVERTISEMENT
સાબરકાંઠાથી શરૂ થયેલ ચાંદીપુરા વાયરસના કેસો હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યા છે. આ તરફ રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં ચાંદીપુરાના કેસનો આંકડો 58ને પાર પહોંચ્યો છે. જો આપણે આ શંકાસ્પદ કેસની વાત કરીએ તો અત્યાર સુધી સાબરકાંઠામાં 8 કેસ, અરવલ્લીમાં 4 કેસ, મહીસાગરમાં 2 કેસ, ખેડામાં 2, મહેસાણામાં 3, રાજકોટમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદમાં 4 કેસ, ગાંધીનગરમાં 4, પંચમહાલમાં 7, જામનગરમાં 5, મોરબીમાં 4, જામનગરમાં 5 કેસ, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 2, વડોદરામાં 1, નર્મદામાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1 અને દ્વારકામાં 1 કેસ નોંધાયા છે.
વધુ વાંચો : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, દાહોદમાં બે માસુમના સારવાર દરમિયાન મોત
ADVERTISEMENT
શું છે આ ચાંદીપુરા વાયરસ ?
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.