બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Chandigarh took over as mayor despite losing the local body elections

રાજકારણ / ભાજપે AAP સાથે 'ખેલા હોબે' કરી નાંખ્યું, ચૂંટણી હારી પણ મેયર બનાવી લીધો

Khyati

Last Updated: 04:08 PM, 8 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં બહુ મોટા ફેરફાર કરીને બીજેપીએ મેયર પદ પર કબ્જો મેળ્યો

  • ચંદીગઢમાં થયા મોટાફેરફાર
  • ભાજપના નેતા સરબજીત કૌર બન્યા મેયર
  • આપના કાઉન્સિલરોએ કર્યો વિરોધ 

કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં બહુ મોટા ફેરફાર કરીને બીજેપીએ મેયર પદ પર કબ્જો મેળવી લીધો છે. બીજેપી નેતા સરબજીત કૌર ચંદીગઢના મેયર બની ગયા છે.  જેને લઇને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટીને બનીને સામે આવેલી AAPપાર્ટીએ મેયરની ચૂંટણીમાં કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવ્યો છે.  તો મેયર પદ પર ભાજપે કબ્જો મેળવતા રોષે ભરાયેલા આપના કાઉન્સિલરો ધરણા પર બેસી ગયા છે. ચૂંટણી બાદ મેયરની ખુરશી પાછળ આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો ધરણા પર બેસી ગયા છે. ડીસી વિનય પ્રતાપ સિંહને પણ સમય આવતા રોકી લેવામાં આવ્યા છે. નગર નિગમની હોબાળો કરવામાં આવી રહ્યો છે, ધક્કા મુક્કી ચાલી રહી છે. આપના કાઉન્સિલર પણ મેયરની બાજુની ખરશીમાં બેસી ગયા છે.

 

Bharatiya Janata Party's Sarabjit Kaur elected as the new mayor of Chandigarh Municipal Corporation with 14 votes. Total votes cast were 28. pic.twitter.com/tadiClaMD7

AAP 14 સીટ વિજયી 

મહત્વનું છે કે ચંદીગઢ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 12 સીટ જીતી હતી જ્યારે AAPએ 14 સીટ પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસમાંથી હાકલપટ્ટી થયા બાદ દેવેન્દ્રસિંહ બબલાએ પોતાની કાઉન્સિલર પત્ની હરપ્રીત કૌર બબલા સાથે ભાજપમાં સામેલ થઇ ગયા હતા. જ્યારે બીજેપીની સાંસદ કિરણખેરને પણ મત આપવાનો અધિકાર છે. આ રીતે બીજેપી પાસે કુલ 14 વોટ થઇ ગયા હતા.

કોઇને મળી ન હતી બહુમત

ચંદીગઢ નગર નિગમમાં 35 સીટ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 24 ડિસેમ્બરે થઇ હતી જેમાં એક પણ પક્ષ બહુમતનો આંકડો પાર કરી શક્યુ ન હતું. પરંતુ પહેલી વાર AAPએ 14 સીટ મેળવી લીધી. જો કે બીજેપીના 12, કોંગ્રેસના 8 અને અકાલી દળના 1 કાઉન્સિલરે જીત નોઁધાવી હતી. 

AAP-BJP વચ્ચે હતો મુકાબલો

ભાજપના પૂર્વ કાઉન્સિલર જગતાર સિંહ જગ્ગાની પત્ની સરબજીત કૌરને મેયર પદે ઉમેદવાર બનાવ્યા હતા. ત્યાં આપે અંજુ કત્યાલને મેયર પદે ઉમેદવાર બનાવ્યા હતા. કોંગ્રેસે ચૂંટણીમાં સામેલ ન થવાની ઘોષણા કરી છે અને તેઓએ પોતાના ઉમેદવારનું નામંકન મેયર પદ માટે કરાવ્યુ નહી. તમામ પાર્ટીઓને ખરીદવાની વાટાઘાટોનો ડર હતો. તેથી જ કોંગ્રેસે પોતાના તમામ કાઉન્સિલરોને રાજસ્થાન અને જયપુર મોકલી દીધા હતા.  જ્યારે AAPના કાઉન્સિલરો દિલ્હીમાં રહ્યા બાદ કસૌલી આવીને ચંદીગઢ આવ્યા. જ્યારે ભાજપે પોતાના કાઉન્સિલરોને શિમલા મોકલી દીધા હતા. શુક્રવારે જ તમામ લોકો પરત ફર્યા છે. મહત્વનું છે કે 1 જાન્યુઆરીએ જ તમામ નવા 35 કાઉન્સિલરોએ શપથગ્રહણ કર્યા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Elections Mayor chandigarh Elections
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ