બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:23 PM, 13 March 2025
Man Finds RIL Shares : તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક અનોખો કિસ્સો વાયરલ થઈ રહ્યો છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. વાસ્તવમાં એક વ્યક્તિને ઘરની સફાઈ કરતી વખતે એવા દસ્તાવેજો મળ્યા કે, તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે. ચંદીગઢના રહેવાસી રતન ઢિલ્લોનને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 37 વર્ષ જૂના શેર મળ્યા, જેની કિંમત આજે ₹11 લાખ છે. આ શોધ પછી તે માણસની ખુશી જોવા લાયક હતી અને જ્યારે આ સમાચાર ઇન્ટરનેટ પર શેર કરવામાં આવ્યા ત્યારે વપરાશકર્તાઓએ રમુજી પ્રતિક્રિયાઓનો મારો ચલાવ્યો છે.
ADVERTISEMENT
37 વર્ષ જૂના શેર ક્યાંથી મળ્યા?
અહેવાલો અનુસાર તે વ્યક્તિ તેના જૂના દસ્તાવેજો શોધી રહ્યો હતો ત્યારે તેને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના કેટલાક શેર મળ્યા જે તેણે 1987 માં ખરીદ્યા હતા. તે સમયે આ શેરની કિંમત નજીવી હતી, પરંતુ 37 વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જબરદસ્ત વિકાસને કારણે આજે તેમની કિંમત ₹ 11 લાખ સુધી પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
We found these at home, but I have no idea about the stock market. Can someone with expertise guide us on whether we still own these shares?😅@reliancegroup pic.twitter.com/KO8EKpbjD3
— Rattan Dhillon (@ShivrattanDhil1) March 11, 2025
ઇન્ટરનેટ પર મીમ્સનું પૂર
આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ રમુજી મીમ્સ અને કોમેન્ટ્સ બનાવવાનું શરૂ કરી દીધું. કેટલાક લોકોએ તેની સરખામણી 'ખજાનો શોધવા' સાથે કરી, જ્યારે કેટલાક લોકોએ મજાકમાં કહ્યું કે, તેઓ ઈચ્છતા હતા કે આપણા દાદા-દાદીએ પણ આવા શેર ખરીદ્યા હોત અને રાખ્યા હોત. આ વાયરલ પોસ્ટ જોયા પછી એક યુઝરે લખ્યું, હવે હું મારા જૂના દસ્તાવેજો પણ શોધવા જઈ રહ્યો છું, કદાચ મને પણ કોઈ છુપાયેલ ખજાનો મળી જશે. બીજા એક યુઝરે કહ્યું, 37 વર્ષ પહેલાં ₹ 1000 નું રોકાણ આજે કરોડોમાં ફેરવાઈ શકે છે, તેથી રોકાણની શક્તિને ક્યારેય ઓછી ન આંકશો.
વધુ વાંચો : હોળીના દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી, ફટાફટ ચેક કરી લો આજના લેટેસ્ટ રેટ
જૂની રોકાણ યોજનાઓમાં લોકોનો રસ વધ્યો
આ ઘટના પછી ઘણા લોકોએ તેમના જૂના રોકાણો શોધવાનું શરૂ કર્યું છે. નાણાકીય નિષ્ણાતો કહે છે કે, આ લાંબા ગાળાના રોકાણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જો ધીરજ અને ડહાપણ સાથે શેરબજારમાં રોકાણ કરવામાં આવે તો તે ભવિષ્યમાં મોટો નફો આપી શકે છે. આ કિસ્સો તે બધા લોકો માટે એક બોધપાઠ છે જેઓ શેરબજારમાં રોકાણ કરવામાં અચકાય છે. જો યોગ્ય કંપનીમાં લાંબા સમય સુધી રોકાણ કરવામાં આવે તો નાનું રોકાણ પણ મોટી રકમમાં ફેરવાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.