બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Chance of unexpected benefits, delayed tasks will be resolved, Thursday will be a work-setter for these zodiac signs.

01 જૂન / આકસ્મિક ફાયદાની શક્યતા, વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે, આ રાશિના જાતકોનો ગુરુવાર કામ કાઢનારો રહેશે, જુઓ રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:25 AM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
01 06 2023 ગુરુવાર
માસ જેઠ
પક્ષ શુક્લ
તિથિ બારસ બપોરે 1.38 પછી તેરસ
નક્ષત્ર ચિત્રા સવારે 6.47 પછી સ્વાતિ
યોગ વરિયાન
કરણ બાલવ બપોરે 1.38 પછી કૌલવ
રાશિ તુલા (ર.ત.)

મેષ (અ.લ.ઈ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય, કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે, વિવાદિત કાર્યોથી દૂર રહેવું, વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે.

વૃષભ (બ.વ.ઉ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય. આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહે. માનસિક ચિંતાઓ રહેશે. પતિ-પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે. 

મિથુન (ક.છ.ઘ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભૌતિક સુખ-સુવિધામાં વધારો જણાય. માનસિક શ્રમમાંથી મુક્ત બનો. કામના ભારને હળવો કરી શકશો. સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે.

કર્ક (ડ.હ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાંસારિક જીવનમાં સામાન્ય ચિંતા જણાય. બહારગામના કામકાજથી લાભ જણાય. સંતાનોના પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય. કામકાજમાં સફળતા અને પ્રગતિ જણાય.

સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્યના કારણે કામમાં મુશ્કેલી સર્જાય. મોસાળપક્ષે સામાન્ય ચિંતા જણાય. કાનૂની-ખાતાકીય કામકાજમાં સંભાળવું. માનસિક અશાંતિમાં રાહત અનુભવશો.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી ધંધા માટે પ્રવાસના યોગ બને. વેપાર-વાણિજ્યમાં નવી મુલાકાતથી લાભ થશે. ઉત્તમ આનંદ મેળવી શકશો. ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે.

તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્રો, સ્નેહીજનોની મુલાકાત લાભ કરાવે. હિસાબી કામકાજમાં સાવધાની રાખવી. આકસ્મિક ફાયદાની શક્યતા પ્રબળ જણાય. નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની શક્યતા.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉપરી અધિકારી વર્ગથી પરેશાની જણાય. વિવાદિત કાર્યોમાં અંતર રાખી કામ લેવું. ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય. આરોગ્યની ખાસ કાળજી લેવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો. અગત્યના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં. વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી. સગા-સંબંધીઓમાં તણાવ જણાશે.

મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવહારમાં ભાગાદોડી અને ખર્ચ રહેશે. જીવનસાથી સંતાનોના કામમાં સાનુકૂળતા રહેશે. થોડી બેચેની અને કામની ચિંતા રહેશે. કામકાજ સામાન્ય સંભાળીને કરવું

કુંભ ( ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક સંબંધોમાં મુશ્કેલી જણાશે. વિવાદિત કાર્યોમાં સાચવીને કામ કરવું. વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે. માનસિક અસ્વસ્થતા અનુભવશો.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વિલંબમાં પડેલા કામો પૂરાં થશે. ધર્મકાર્યમાં યાત્રા-પ્રવાસ થાય. કામની હળવાશ અનુભવશો. દૈનિક વ્યવસાયથી લાભ થશે.

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)
 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Bhavishya Darshan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ