બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સ્મોલ કેપ કંપનીમાં કમાણીનો ચાન્સ, શેરના ભાવ જશે 1800 રૂપિયાને પાર! સચિન તેંડુલકરનો મોટો દાવ

શેર બજાર / સ્મોલ કેપ કંપનીમાં કમાણીનો ચાન્સ, શેરના ભાવ જશે 1800 રૂપિયાને પાર! સચિન તેંડુલકરનો મોટો દાવ

Last Updated: 10:01 PM, 4 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ઇનવેસ્ટેકએ આઝાદ એન્જિનિયરિંગના શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસે કંપનીના શેર માટે 1850 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.

વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ઇનવેસ્ટેકએ આઝાદ એન્જિનિયરિંગના શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસે કંપનીના શેર માટે 1850 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બુધવારે કંપનીનો શેર રૂ.1573 પર બંધ થયો હતો.

હૈદરાબાદ સ્થિત સ્મોલકેપ કંપની આઝાદ એન્જિનિયરિંગના શેરમાં બુધવારે જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. આઝાદ એન્જિનિયરિંગનો શેર બુધવારે ટ્રેડિંગ દરમિયાન લગભગ 8% વધ્યો અને BSE પર રૂ. 1596.40 પર પહોંચ્યો. ટ્રેડિંગના અંતે કંપનીનો શેર રૂ.1573 પર બંધ રહ્યો હતો.

વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ઇનવેસ્ટેકએ આઝાદ એન્જિનિયરિંગના શેર ખરીદવાની સલાહ આપી છે. આઝાદ એન્જિનિયરિંગના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 2080 છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 641.95 રૂપિયા છે. દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે પણ આઝાદ એન્જિનિયરિંગ પર દાવ લગાવ્યો છે.

Website_Ad_1200_1200_color_option.width-800

કંપનીના શેરને રૂ. 1850નો ટાર્ગેટ

વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ઇનવેસ્ટેકએ બાય રેટિંગ સાથે આઝાદ એન્જિનિયરિંગનું કવરેજ શરૂ કર્યું છે. બ્રોકરેજ હાઉસે કંપનીના શેર માટે 1850 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. એટલે કે કંપનીના શેરમાં 23% સુધીનો વધારો થઈ શકે છે. બ્રોકરેજ હાઉસ માને છે કે નાણાકીય વર્ષ 2024 થી નાણાકીય વર્ષ 2027 સુધી કંપનીનો પીએટી (કંપનીનો કર ચુકવણી પછીનો નફો) 40 ટકાના CAGRના હિસાબથી વધી શકે છે.

વધું વાંચોઃ મનોરંજન / કરિશ્મા તન્નાના બ્લ્યૂ બિકીનીમાં બોલ્ડ પોઝ, કર્વી ફિગરની હોટ તસવીરો પર ફેન્સ ઘાયલ

આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ રૂ. 524 હતો

IPOમાં આઝાદ એન્જિનિયરિંગના શેરની કિંમત 524 રૂપિયા હતી. કંપનીના શેર 28 ડિસેમ્બર 2023ના રોજ શેરબજારમાં લિસ્ટ થયા હતા. આઝાદ એન્જિનિયરિંગનો શેર BSE પર રૂ. 710 પર લિસ્ટ થયો હતો. કંપનીના શેર NSEમાં રૂ. 720 પર લિસ્ટ થયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 129 ટકાથી વધુનો વધારો થયો છે. આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી, 2024 ના કંપનીના શેર રૂ. 683.45 પર હતા, જે 4 સપ્ટેમ્બર, 2024ના રૂ. 1573 પર બંધ થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Share Market Business ‍ Multibagger Stock
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ