બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:21 PM, 24 June 2024
દરેક વ્યક્તિના જીવનમાં પૈસાનું ખૂબ મહત્વ હોય છે. પૈસાના કારણે આપણે જીવનની અનેક જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ. જો તમે ઈચ્છો છો કે, તમારા જીવનમાં ધનને લઇ કોઈ સમસ્યા ના આવે તો આચાર્ય ચાણક્યએ જણાવેલ 3 ભૂલ ક્યારેય ન કરવી. નહીં તો તમે પૈસાવાળા હશો તો પણ રસ્તા પર આવી જશો. આવો જાણીએ તે કઈ ભૂલો છે જેને આચાર્ય ચાણક્યએ કરવાની મનાઈ કરી છે.
ADVERTISEMENT
પૈસાનું ઘમંડ
ADVERTISEMENT
આચાર્ય ચાણક્ય મુજબ કોઈ પણ વ્યક્તિએ પોતાની પાસેના પૈસાનું અભિમાન ક્યારેય ન હોવું જોઈએ. જે વ્યક્તિને પોતાના પૈસાનું અભિમાન હોય છે તે વ્યક્તિ લાંબા સમય સુધી અમીર નથી રહી શકતો. આવા ઘમંડી લોકો થોડા જ સમયમાં પોતાનું ધન ગુમાવી દે છે અને કંગાળ થઈ જાય છે.
ADVERTISEMENT
પૈસાનો વ્યય
આચાર્ય ચાણક્ય મુજબ વ્યક્તિએ પૈસાનો બિનજરૂરી વ્યય પણ ના કરવો જોઈએ. જે કોઈ વ્યક્તિ બેફામ પૈસા વાપરે છે તેમને આગળ જઈને જીવનમાં મુશ્કેલી પડે છે. આવા લોકોના હાથમાં ક્યારેય પૈસા નથી ટકતા. આવા લોકો પૈસા કમાય છે છતાં કંગાળીની સ્થિતિમાં જ રહે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લાંચ ના લેવી
જો તમારે ધનને લઈ પરેશાનીનો સામનો ન કરવો હોય તો આચાર્ય ચાણક્ય મુજબ લાંચ કે બીજા કોઈ ખોટા કામથી આવેલા પૈસા ક્યારેય ના સ્વીકારવા જોઈએ. આ પ્રકારે જે લોકો પૈસા કમાય છે તે પરેશાન જ રહે છે. આ પૈસા તેમના દુઃખનું કારણ પણ બને છે.
ADVERTISEMENT
Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.