બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / chanakya niti for money never accept money wealth in cost of love

ધર્મ / ચાણક્ય નીતિ: આ વસ્તુઓ માટે કરોડો રૂપિયા પણ જતા કરી દેજો, નહીંતર ક્યાયના નહીં રહો

Premal

Last Updated: 06:14 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાણક્ય નીતિમાં અમીર બનવાની રીત જણાવવામાં આવી છે. આ સાથે આચાર્ય ચાણક્યએ 4 વસ્તુઓને પૈસાની આગળ વધુ કિમતી જણાવ્યું છે. પૈસા માટે આ વસ્તુઓનો ત્યાગ કરવો જીવનને બદ્દતર બનાવી નાખે છે.

  • આચાર્ય ચાણક્યએ આ 4 વસ્તુઓને પૈસાથી પણ વધુ કિમતી ગણાવી
  • આ વસ્તુઓની આગળ કરોડોની સંપત્તિ પણ છોડી દેજો
  • નહીંતર તમારું જીવન બદ્દતર બની જશે

આ વસ્તુઓ આગળ કરોડોની સંપત્તિ છોડી દેજો

આચાર્ય ચાણક્યએ જીવનના દરેક પહેલુને લઇને માર્ગદર્શન આપ્યું છે. જેમાં સંપત્તિનો સમાવેશ પણ થાય છે, જે જીવન માટે અત્યંત જરૂરી છે. ચાણક્ય નીતિમાં માં લક્ષ્મીને પ્રસન્ન કરવા અને અમીર બનવાની રીત જણાવવામાં આવી છે. આ સાથે પૈસા કમાવવાને લઇને અમુક જરૂરી નિયમ પણ જણાવવામાં આવ્યાં છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જીવનમાં ચાર વસ્તુઓનુ હોવુ એટલુ વધારે જરૂરી છે કે તેની આગળ કરોડોની સંપત્તિ છોડી દેવી પણ ફાયદાની તક છે. 

આરોગ્ય: ધર્મ-શાસ્ત્રોને લઇને તમામ મોટિવેશનલ બુકમાં લખ્યુ છે કે હેલ્થથી મોટી કોઈ સંપત્તિ નથી. આવા પૈસા જે તમારા આરોગ્યને બગાડીને મળે છે, તેવા પૈસાનો ત્યાગ કરવો વધુ સારુ છે. ચાણક્ય નીતિ કહે છે કે દુનિયાની બધી સંપત્તિ લૂંટાવીને પણ આરોગ્ય ખરીદી શકાતુ નથી. 

ધર્મ: આચાર્ય ચાણક્ય કહે છે કે ક્યારેય પણ પૈસાના કારણે ધર્મને ના છોડવો જોઈએ. અધર્મના માર્ગે ચાલીને કમાવવામાં આવેલા પૈસા જીવનને બરબાદી તરફ લઇ જાય છે. આ માન-સન્માન, સંબંધ બધુ ગુમાવી દે છે. આ સાથે આવતા જન્મમાં પણ ખરાબ કર્મોનુ ફળ ભોગવવુ પડે છે. 

પ્રેમ: જે લોકો ખૂબ લકી હોય છે, તેઓને પોતાના જીવનમાં સાચો પ્રેમ મળે છે. આ સ્થિતિમાં પ્રેમની કિંમતે પૈસાનો સ્વીકાર કરવો નુકસાનની જ સમજૂતી છે. પ્રેમની કોઈ કિંમત હોતી નથી. પ્રેમ હંમેશા સાથે રહે છે અને પૈસા ક્યારેય પણ સાથ છોડી દે છે. તેથી જીવનમાં હંમેશા પ્રેમ અને સંબંધને મહત્વ આપો. ધન-દોલતને મહત્વ ના આપશો. 

સંકળાયેલા મુદ્દાઓ

Chanakya niti Money Wealth love self respect chanakya niti
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ