બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / રોહિત શર્મા પછી કોણ હશે કેપ્ટન? BCCIએ આપી મોટી હિંટ, ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં ઝલક
Last Updated: 09:35 PM, 18 January 2025
ચેમ્પિયન્સ ટ્રોફી પછી ટીમ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બદલાઈ શકે છે. રોહિત શર્માએ પણ કેપ્ટન પદ છોડવાની તૈયારી દર્શાવી છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈએ નવા કેપ્ટનની શોધ અત્યારથી ચાલુ કરી દીધી છે. ભારતનો હવે પછીનો કેપ્ટન કોણ? આ સવાલનો જવાબ બીસીસીઆઈએ ચેમ્પિયન્સ ટ્રોફી જાહેર કરીને આપી દીધો છે.
ADVERTISEMENT
#OnThisDay two years ago, Shubman Gill smashed a brilliant 208 against 🇳🇿 in Hyderabad 🔥
— 100MB (@100MasterBlastr) January 18, 2025
He became the 5️⃣th Indian batter to join this elite club!
At just 23 years and 132 days old, he became the youngest player to achieve this incredible feat 👏#ShubmanGill #OTD pic.twitter.com/dUvVQLNqb8
શુભમન ગિલ બને શકે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન
ADVERTISEMENT
જો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખરાબ રહ્યું તો હિટમેનને કેપ્ટન્સીમાંથી હાથ ધોવા પડી શકે છે અને આવી સ્થિતિમાં શુભમન ગિલનો ચાન્સ આવી શકે છે. બીસીસીઆઈએ ગિલને ચેમ્પિયન્સ ટ્રોફીમાં વાઈસ કેપ્ટન બનાવીને હિંટ આપી દીધી છે તેથી ગિલ ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન હોઈ શકે છે.
🚨 Just in!
— Royal Challengers Bengaluru (@RCBTweets) January 18, 2025
𝑷𝒓𝒆𝒔𝒆𝒏𝒕𝒊𝒏𝒈 𝒐𝒖𝒓 𝑺𝒒𝒖𝒂𝒅𝒓𝒐𝒏 𝒇𝒐𝒓 𝒕𝒉𝒆 𝑪𝒉𝒂𝒎𝒑𝒊𝒐𝒏𝒔 𝑻𝒓𝒐𝒑𝒉𝒚 2️⃣0️⃣2️⃣5️⃣! 🇮🇳🏆
Let’s rally behind our fantastic 1️⃣5️⃣ and cheer them to glory! 🤩🙌#PlayBold #ನಮ್ಮRCB #ChampionsTrophy2025 #CT2025 pic.twitter.com/UfizJoXqlt
શુભમન ગિલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં વાઈસ કેપ્ટન
ભારતના યુવા સ્ટાર શુભમન ગિલને ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગિલને વાઈસ કેપ્ટન બનાવાયો છે જે કદાચ કેપ્ટન માટેનું ગ્રાઉન્ડ તૈયાર કરવાની ભૂમિકા માટે હોઈ શકે.
15 સભ્યોની ટીમમાં કોણ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટમેન), ઋષભ પંત (વિકેટમેન), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર
ચેમ્પિયન્સ ટ્રોફી પર ઉડતી નજર
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ-Aમાં છે. તેમની સાથે બાકીની બે ટીમો ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યા છે. તમામ 8 ટીમો પોતપોતાના ગ્રુપમાં 3-3 મેચ રમશે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. પ્રથમ સેમીફાઈનલ દુબઈમાં જ્યારે બીજી લાહોરમાં રમાશે. આ પછી ફાઇનલ મેચ રમાશે. ભારત ફાઈનલ માટે ક્વોલિફાય તો ફાઈનલ લાહોરમાં નહીં પણ દુબઈમાં જ રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.