બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / કપાશે બાબર આઝમ! ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો આ ખેલાડી બનશે કેપ્ટન, ટીમ લીક થઈ
Last Updated: 04:26 PM, 21 January 2025
પાકિસ્તાને હજુ સત્તાવાર રીતે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર કરી નથી પરંતુ તેણે આઈસીસીને સંભવિત લિસ્ટ સોંપ્યું છે અને હવે આખી ટીમ લીક થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર પાકિસ્તાને ટીમ નક્કી કરી લીધી છે અને થોડા સમયમાં તેનું એલાન થવાનું છે.
ADVERTISEMENT
🚨 BCCI reportedly declines to feature host nation Pakistan’s name on Indian jerseys for the Champions Trophy 2025 despite their matches scheduled in UAE ❌👀
— CricWick (@CricWick) January 21, 2025
In contrast, Pakistan's jersey had the host nation India's name on it despite the whole tournament being relocated to… pic.twitter.com/ugDLwD8WwR
કયા ખેલાડીઓ નક્કી, કયા નહીં?
ADVERTISEMENT
પગની ઈજામાંથી સાજા થઈ રહેલા સૈમ અયુબનું નામ અનિશ્ચિત છે. જો અયુબને યોગ્ય માનવામાં આવશે તો ત્રિકોણીય શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી બંને માટે સમાન ટીમનો ઉપયોગ કરવામાં આવશે. આઉટ ઓફ ફોર્મ રહેલા અબ્દુલ્લા શફીક અને ઉસ્માન ખાનને પણ ટીમમાં સ્થાન આપવામાં આવે તે પણ અસંભવિત છે. ફખર ઝમાને ટીમમાં પોતાનું સ્થાન કન્ફર્મ કર્યું છે, જ્યારે ઈજાગ્રસ્ત સૈમ અયુબના સ્થાને ઈમામ-ઉલ-હક અને હસીબુલ્લાહ ખાનને લેવા માટે વિચારણા ચાલી રહી છે.
કેપ્ટન કોણ
ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, સલમાન આગા, તૈયબ તાહિર અને ઈરફાન ખાનના નામ નક્કી છે. ટીમ શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ અને મોહમ્મદ હસનૈનને પણ ટીમમાં લેવામાં આવી શકે છે. મોહમ્મદ રિઝવાન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમનો કેપ્ટન બની શકે છે, તેનું નામ પણ લગભગ ફાઈનલ છે.
23 ફેબ્રુઆરીએ ભારત પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ
2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આઠ ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવશે. પાકિસ્તાનને ભારત, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે, જ્યારે ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ચાલશે, જેમાં પાકિસ્તાનમાં ત્રણ સ્થળોએ મેચો યોજાશે અને ભારત માટે દુબઈમાં હાઈબ્રિડ મોડલ હેઠળ રમતો યોજાશે. પાકિસ્તાન 19 ફેબ્રુઆરીએ કરાચીમાં ઓપનિંગ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. 23 ફેબ્રુઆરીના રોજ ભારત સામે પાકિસ્તાનની અત્યંત અપેક્ષિત ટક્કર થવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.