બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / VIDEO : બુમરાહ બાદ ભારતને બીજો ફટકો! દુબઈ પ્રેક્ટિસમાં આ સ્ટારને ગંભીર ઈજા, ચેમ્પિયન્સ ટ્રોફી પર પ્રશ્નાર્થ
Last Updated: 09:59 PM, 16 February 2025
ચેમ્પિયન્સ ટ્રોફી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ભારતને હવે બીજો ફટકો પડ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બુમરાહ બહાર થઈ ગયો અને હવે બીજા ખેલાડી પર પણ ખતરો સર્જાયો છે. વિકેટ કિપર કમ બેટર ઋષભ પંતને દુબઈમાં ટ્રેઈનિંગ કરતાં ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. હાર્દિક પંડ્યાને શોટ મારતાં બોલ પંતને ડાબા ઘૂંટણે વાગ્યો હતો આમ છતાં પણ પંતે પ્રેક્ટિસ ચાલું રાખી હતી, ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022માં પણ કાર એક્સિડન્ટ વખતે પંતને આ જ ડાબા ઘૂંટણ પર ગંભીર ઈજા થઈ હતી.
ADVERTISEMENT
Rishabh Pant got hit on his knees 👀
— Nikhil (@TheCric8Boy) February 16, 2025
- hope this is not serious 🙏 pic.twitter.com/Nz4e93Jf1b
બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ઈજાને કારણ બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથ બહાર થયો છે ત્યારે હવે બીજા સ્ટારનો પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાઁથી બહાર થવાનો ખતરો સર્જાયો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારને કેટલું ઈનામ
ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર માટે ઈનામનું પણ એલાન થયું છે. હવે ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની વિજેતા ટીમને $2.24 મિલિયન (લગભગ રૂ. 19.46 કરોડ) મળશે. રનર-અપ ટીમને $1.12 મિલિયન (લગભગ રૂ. 9.73 કરોડ) મળશે. સેમિફાઇનલમાં હારનારી બંને ટીમોને $560,000 (આશરે રૂ. 4.86 કરોડ) ની સમાન રકમ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
IPL 2025 / Video: 17 વર્ષીય બેટ્સમેન આયુષ મ્હાત્રેની તોફાની બેટિંગ જોઇ સ્ટેડિયમમાં જ રડી પડ્યો આ યંગ બૉય
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.