બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / આ ભરોસો કહેવાય! ભારત સામેની મેચ પહેલાં બોલ્યો બાંગ્લાદેશી કેપ્ટન, 'ચેમ્પિયન્સ ટ્રોફી લઈને જ રહીશું'
Last Updated: 06:48 PM, 13 February 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે છે. મેચના અઠવાડિયાં પહેલા બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસેન શાંતોએ ભારત સહિત 8 ટીમોને ચેતવણી આપી છે. શાંતોએ કહ્યું કે કોઈ બાંગ્લાદેશને નબળું સમજવાની ભૂલ ન કરતાં, અમારી ટીમ અન્ય ટીમોને હરાવવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે.
ADVERTISEMENT
Bangladesh skipper confident of his side's abilities going into the #ChampionsTrophy 2025 💪
— ICC (@ICC) February 13, 2025
Read more ➡️ https://t.co/Cg8HKIyMTj pic.twitter.com/26HAvGXC2b
શું બોલ્યો બાંગ્લાદેશી કેપ્ટન
ADVERTISEMENT
શાંતોએ ICC વેબસાઇટને જણાવ્યું, 'અમે ચેમ્પિયન બનવા માટે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા જઈ રહ્યા છીએ. ટુર્નામેન્ટમાં તમામ 8 ટીમો ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવે છે. બધી જ મજબૂત ટીમો છે. મારું માનવું છે કે અમારી ટીમમાં પણ ક્ષમતા છે. કોઈને કોઈ વધારાનું દબાણ નથી લાગતું. અમારો દરેક ખેલાડી ચેમ્પિયન બનવા ઉત્સાહી છે. અમને ખબર નથી કે અલ્લાહે અમારા ભાગ્યમાં શું લખ્યું છે પરંતુ અમે તનતોડ મહેનત કરી રહ્યાં છીએ. અમારુ ટાર્ગેટ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવાનો છે.
20 ફેબ્રુઆરીએ ભારત-બાંગ્લાદેશની મેચ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે ટકરાશે. બાંગ્લાદેશ ભારત સાથે ગ્રુપ એમાં છે એટલે ભારત બાદ તેની બીજી બે લીગ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે પણ થશે. 23 ફેબ્રુઆરીએ દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ યોજાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.