બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયો સ્ટાર ખેલાડી, આ દેશને મોટો ઝટકો, બીજો ખેલાડી પણ ઈજાગ્રસ્ત
Last Updated: 04:11 PM, 16 January 2025
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા સાઉથ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર એનરિચ નોર્ખિયા પીઠની ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો હતો, તેનો સ્કેન કરવામાં આવ્યો હતો જેમા પીઠ પર ઈજા સ્પસ્ટ દેખાતી હતી અને 50 ઓવરની ટૂર્નોમેન્ટમાં તે સામેલ નહીં થઈ શકે.
ADVERTISEMENT
એનરિક બાદ ડુસેન પણ ઈજાગ્રસ્ત
દક્ષિણ આફ્રિકા માટે બીજા પણ માઠા સમાચાર આવ્યાં છે. ફાસ્ટ બોલર રાસી વેન ડુસેન પણ ઈજાગ્રસ્ત થયો છે તે પણ ચેમ્પિયિન્સ ટ્રોફીમાંથી બહાર થઈ શકે છે.
ADVERTISEMENT
Cricket News!
— OCBscores (@ocbscoresIndia) January 16, 2025
Anrich Nortje is ruled out of the ongoing SA20 league due to an injury. @ProteasMenCSA @AnrichNortje02 @SA20League #Cricketnews #SA20 #anrichnortje #nortje #injury #bowler #SouthAfrica pic.twitter.com/6jGSiBuF47
સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે શું કહ્યું
એનરિચ નોર્ખિયા ગયા વર્ષે જૂનમાં T20 વર્લ્ડ કપની ફાઈનલ બાદથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. તેને આ સપ્તાહની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાની ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ સોમવારે કરાયેલા સ્કેનથી સ્પષ્ટ થયું કે તે 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં શરૂ થનારી ICC ટૂર્નામેન્ટ માટે સમયસર ફિટ નહીં હોય. સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે એવું કહ્યું કે પ્રિટોરિયા કેપિટલ્સના ઝડપી બોલર નોર્ટજેને પીઠની ઈજાને કારણે બાકીની બેટવે SA20 અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર કરવામાં આવ્યો છે." ટીમમાં તેના સ્થાને અન્ય ખેલાડીના નામની જાહેરાત હવે પછી કરવામાં આવશે.
આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં
બાવુમાના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આવી સ્થિતિમાં, ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેની પાસેથી એવી જ અપેક્ષા રાખવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકાની ટીમ 2023 ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી હતી. ત્યારે ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેઓ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતા. તે ટૂર્નામેન્ટમાં પણ તેમ્બા બાવુમા કેપ્ટન હતા. તે જ સમયે, દક્ષિણ આફ્રિકાની ટીમ પણ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. છેલ્લી ત્રણ ICC ટૂર્નામેન્ટમાં આ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
અફઘાનિસ્તાન સામે દક્ષિણ આફ્રિકાની પ્રથમ મેચ
દક્ષિણ આફ્રિકાની ટીમ 21 ફેબ્રુઆરીએ કરાચીમાં અફઘાનિસ્તાન સામેની મેચથી તેના અભિયાનની શરૂઆત કરશે. આ પછી ટીમ 25 ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ સાથે જ બાવુમાની ટીમ ગ્રૂપ સ્ટેજની છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે 1 માર્ચે રમશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે દક્ષિણ આફ્રિકાની ટીમ
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્ઝી, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, લુંગી એનગિડી, કાગીસો રબાડા, રેયાન રિકલ્ટન, તબરેઝ શમ્સી, સેન્ટ ટ્રિસ્તાન Rassie વાન ડેર Dussen
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.