બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 1 કે 2 નહીં.. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાનની 3 વખત ટક્કર, મેચનો પ્લાન તૈયાર!
Last Updated: 10:29 PM, 3 August 2024
આવતા વર્ષે પાકિસ્તાનમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. પરંતુ આ ટુર્નામેન્ટને લઈને ભારતનું સ્ટેન્ડ હજુ નક્કી નથી. ભારતીય ટીમ પાકિસ્તાન જવા તૈયાર નથી. કેન્દ્ર સરકારની પરવાનગી બાદ જ બીસીસીઆઈ આ અંગે કોઈ નિર્ણય લેશે. જો રોહિત શર્માની ટીમ ત્યાં જશે તો તમામ મેચ લાહોરમાં રમવી પડશે. પાકિસ્તાન કે ICCએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું અંતિમ શિડ્યુલ જાહેર કર્યું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
તાજેતરમાં એવા અહેવાલો આવ્યા છે કે BCCI ટીમને પાકિસ્તાન મોકલવા તૈયાર નથી. આ પછી ગયા વર્ષના એશિયા કપ માટે ઉપયોગમાં લેવાતા હાઇબ્રિડ મોડલનું પાકિસ્તાનને સૂચન કરવામાં આવ્યું છે. આ પ્રસ્તાવિત મોડલમાં કેટલીક મેચો પાકિસ્તાનમાં રમાશે જ્યારે ભારતની તમામ મેચ તટસ્થ સ્થળોએ રમાશે. સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે આઈસીસીએ આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન માટે અંદાજે US $ 70 મિલિયનના બજેટને મંજૂરી આપી છે.
BCCI સેક્રેટરી જય શાહની આગેવાની હેઠળની ICC ફાઇનાન્સિયલ એન્ડ કોમર્શિયલ કમિટીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ICC નાણા વિભાગ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા અને રજૂ કરેલા બજેટને મંજૂરી આપી હતી. "અંદાજિત બજેટ લગભગ US$70 મિલિયન છે અને વધારાના ખર્ચ તરીકે માત્ર US$4.5 મિલિયન ફાળવવામાં આવ્યા છે," એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતના વલણ અંગે અટકળોથી PCB મૌન જાળવી રહ્યું છે. વાસ્તવમાં, PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ તેમના કાર્યાલય અને સહયોગીઓને ભારતના નિર્ણય સાથે સંબંધિત કોઈપણ નિવેદન જારી ન કરવાની સલાહ આપી છે. પીસીબીના એક આંતરિક સૂત્રએ કહ્યું, "આ કારણે જ નકવી અથવા બોર્ડના અન્ય કોઈ અધિકારી તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કે નિવેદન નથી આવ્યું કે જો ભારત ટીમને પાકિસ્તાન નહીં મોકલે તો શું થશે."
વધુ વાંચો : તો એટલે મેચ ટાઇ થઇ ગઇ? જાણો મેચમાં ટીમ ઇન્ડિયાનો કયો ખેલાડી બન્યો વિલન
એવું પણ કહેવામાં આવ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સાથે હશે. સુપર ફોર સ્ટેજમાં પણ બંને ટીમો ટકરાશે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં ગ્રુપ રાઉન્ડ બાદ સુપર ફોરમાં બંને વચ્ચે સ્પર્ધા થશે. જો બધુ સમીકરણ પ્રમાણે ચાલશે તો ફાઇનલ મેચ પણ બંને ટીમો વચ્ચે થશે. જો આમ થશે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ વખત મેચ રમાશે. ચાહકો માટે આ એક મોટી ભેટ હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.