બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / શું ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે? આવ્યું સૌથી મોટું અપડેટ, આ તારીખે જાહેર થશે ચેમ્પિયન ટ્રોફીનું શિડ્યુલ
Last Updated: 09:08 PM, 7 November 2024
આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આવતા અઠવાડિયે ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરી શકે છે. શેડ્યૂલ અનુસાર ભારતીય ટીમની તમામ મેચો માત્ર પાકિસ્તાનમાં જ ફિક્સ કરવામાં આવી છે. એક ખાનગી ચેનલને મળેલી માહિતી અનુસાર સંપૂર્ણ શેડ્યૂલ 11 નવેમ્બરે રિલીઝ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એવું કહેવામાં આવી રહ્યું છે કે 11 નવેમ્બરે જાહેર થનારા શેડ્યૂલમાં સ્થળને લઈને કોઈ માહિતી આપવામાં આવશે નહીં. આ પછીથી જાહેરાત કરવામાં આવશે. તેનું કારણ એ છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સ્ટેડિયમોને પોલીશ કરવાનું કામ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સત્તાવાર યજમાન છે. જ્યારે BCCI પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યું છે કે તેઓ પોતાની ભારતીય ટીમને પાકિસ્તાન પ્રવાસ પર નહીં મોકલે. ભારતે હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે તે પોતાની ટીમ પાકિસ્તાન મોકલશે કે નહીં.પરંતુ આ બધાની વચ્ચે, અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે શેડ્યૂલમાં ભારતની મેચો માત્ર પાકિસ્તાનમાં જ નક્કી કરવામાં આવી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે. જો રિપોર્ટ્સનું માનીએ તો તે 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે ફાઈનલ મેચ 9 માર્ચે રમાશે. ભારતીય ટીમની તમામ મેચો માત્ર લાહોરમાં જ રમાવાની છે. પાકિસ્તાની મીડિયા અનુસાર ICCનું એક પ્રતિનિધિમંડળ 10 થી 12 નવેમ્બર સુધી લાહોર પહોંચશે અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરશે. દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીના શિડ્યુલની જાહેરાત 11મી નવેમ્બરે થઈ શકે છે. શેડ્યૂલ અનુસાર બાંગ્લાદેશની ટીમ ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની સાથે ગ્રુપ Aમાં હશે. જ્યારે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં 8 ટીમો વચ્ચે ફાઈનલ સહિત કુલ 15 મેચ રમાશે. આ તમામ મેચો ત્રણ સ્થળો લાહોર, કરાચી અને રાવલપિંડીમાં રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mans Junior Asia Cup / ભારતે જીત્યો જુનિયર એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.