બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ચેમ્પિયન્સ ટ્રોફીમાં જસપ્રીત બુમરાહનું રમવું શંકાસ્પદ, આ દિવસે લેવાઈ શકે નિર્ણય
Last Updated: 07:57 AM, 19 January 2025
Jasprit Bumrah: ફેબ્રુઆરીમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની ગઈકાલે (18 જાન્યુઆરી 2025) જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે હવે બુમરાહ આ ટુર્નામેન્ટ રમશે કે નહીં તેના પણ સસ્પેન્સ યથાવત છે.
ADVERTISEMENT
હર્ષિત રાણાને ઈંગ્લેન્ડ સીરિઝમાં ટીમ સાથે રહેશે
ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે જણાવ્યું હતું કે, હર્ષિત રાણા ઈંગ્લેન્ડ સામેની વનડે સીરિઝ માટે ટીમ સાથે રહેશે, કારણ કે તેને આશા નથી કે બુમરાહ ત્રણ મેચની સીરિઝમાં ઓછામાં ઓછી બે વનડે રમશે. એક અહેવાલ મુજબ બુમરાહનું આગામી સ્કેન બીજી ફેબ્રુઆરીએ થવાનું છે, ત્યારબાદ જ આગળની તસવીર સ્પષ્ટ થશે.
ADVERTISEMENT
આગામી સ્કેન પછી જ સ્પષ્ટતા મળશે
નોંધનીય છે કે, બુમરાહને પાંચ અઠવાડિયા માટે આરામ કરવાનું કહેવામાં આવ્યું હતું અને ફેબ્રુઆરીમાં આગામી સ્કેન પછી મેડિકલ ટીમ અને મેનેજમેન્ટ બંનેને સ્પષ્ટતા મળશે. અગરકર અને કેપ્ટન રોહિત શર્મા બંનેએ કહ્યું હતું કે, 'અમે હજુ સુધી ટૂર્નામેન્ટમાં બુમરાહની ભાગીદારી અંગે ચોક્કસ નથી અને આનાથી પેસ બોલિંગ આક્રમણ પર પણ અસર પડી શકે છે.' મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો કારણ કે અર્શદીપને ડેથ ઓવરોમાં બોલિંગ કરવા માટે પસંદ કર્યો હતો.
તો ટીમમાં ફેરફાર થઈ શકે
ઈંગ્લેન્ડ સામે બીજી વનડે 9 ફેબ્રુઆરીએ છે અને ત્યારે કદાચ બુમરાહ વિશે કોઈ મોટી અપડેટ આવી શકે છે કારણ કે ભારતને 12-13 ફેબ્રુઆરી સુધી ટીમમાં ફેરફાર કરવાની છૂટ છે. જો બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ નહીં હોય તો ટીમ ઈન્ડિયા ટીમમાં ફેરફાર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, રોહિત-અગરકરની જોડીએ ટીમમાં માત્ર ત્રણ ઝડપી બોલરોની પસંદગી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy: / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત, પંડ્યા, ગિલ ફૂલ ફોર્મમાં, ફટકાર્યા 200 છગ્ગા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.