બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ઇન્ડિયાને મોટો ઝટકો! આ સ્ટાર ખેલાડી થયો ટીમમાંથી બહાર

ક્રિકેટ / ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ઇન્ડિયાને મોટો ઝટકો! આ સ્ટાર ખેલાડી થયો ટીમમાંથી બહાર

Last Updated: 07:02 AM, 12 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઇજા અંગે એક મોટી અપડેટ આવી છે. બુમરાહ હજુ સુધી કમરના દુખાવામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી, જેથી તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાનો ભાગ બની શકશે નહીં.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ટુર્નામેન્ટમાં રમી શકશે કે નહીં તે અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસની છેલ્લી મેચ દરમિયાન જસપ્રીત બુમરાહને ઇજા થઈ હતી, ત્યારબાદ તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. જયારે તાજેતરમાં જ બુમરાહ બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં પોતાની કમરનું સ્કેન કરાવવા પહોંચ્યો હતો. પરંતુ ભારતનો આ મોટો મેચ વિનર હાલ મેદાનમાં પાછો ફરવાનો નથી.

કમરની ઇજામાંથી હજુ સુધી સ્વસ્થ નથી થયો બુમરાહ

અહેવાલો અનુસાર, જસપ્રીત બુમરાહ હજુ સુધી તેની કમરની ઇજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી, જેના કારણે તે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. જો કે બેંગલુરુમાં બુમરાહના કરવામાં આવેલા સ્કેન દરમિયાન કંઈ અસામાન્ય જણાયું ન હતું, પરંતુ તે હજુ બોલિંગ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી. એવી શક્યતા છે કે તે થોડા અઠવાડિયામાં દોડવાનું શરૂ કરી દેશે અને પછી તે ધીમે ધીમે બોલિંગ શરૂ કરશે. ત્યાં સુધી BCCI મેડિકલ ટીમ બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે તેમની પ્રગતિનું નિરીક્ષણ કરશે.

PROMOTIONAL 12

ટીમ ઇન્ડિયાએ બદલવો પડ્યો સ્કવોડ

જણાવી દઈએ કે, 18 જાન્યુઆરીએ જાહેર કરાયેલ ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 સભ્યોની ટીમમાં બુમરાહને સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે BCCI એ ટીમ ઇન્ડિયામાં ફેરફાર કરવા પડ્યા છે. બુમરાહના સ્થાને હર્ષિત રાણાને સામેલ કરવામાં આવ્યો છે, જેને ઇંગ્લેન્ડ સામેની ODI સીરીઝમાં બુમરાહના બેક-અપ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. આ સીરીઝ દરમિયાન હર્ષિત રાણાએ પોતાનું વનડે ડેબ્યૂ પણ કર્યું હતું.

આ પણ વાંચો: IPL 2025માં લાગુ થશે ICCનો આ નિયમ, સાથે શેડ્યૂલ પર આવી મોટી અપડેટ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.

નોન ટ્રાવેલિંગ રિઝર્વ્સ: યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ, શિવમ દુબે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Champions Trophy 2025 Jasprit Bumrah Team India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ