બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ગૂંચવાયું! ડેડલાઈન પર જાહેર નહીં થાય ટીમ ઈન્ડીયા, પહેલા કદી આવું નહીં
Last Updated: 06:12 PM, 11 January 2025
જ્યારથી ચેમ્પિયન્સ ટ્રોફીનું એલાન થયું છે ત્યારથી તેને કંઈને કંઈ વિઘ્ન નડી રહ્યું છે. હકીકતમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ જાહેર કરવાની ડેડલાઈન 12 જાન્યુઆરી હતી પરંતુ હજુ સુધી બીસીસીઆઈ ટીમ નક્કી કરી શકી નથી. હવે સામે આવ્યું છે કે બીસીસીઆઈએ ટીમ જાહેર કરવા માટે આઈસીસી પાસેથી વધુ સમયની માગણી કરી છે, એટલે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર થવામાં સમય લાગી શકે છે નિયત ડેડલાઈન પર જાહેર ન પણ થઈ શકે.
ADVERTISEMENT
BCCI: We need more time to announce the Champions Trophy Squad
— CricketGully (@thecricketgully) January 11, 2025
Jay Shah (ICC Chairman): Yeah, It's Fine! pic.twitter.com/w0PazVTL0a
ટીમ જાહેર ન થવા પાછળ શું કારણ
ADVERTISEMENT
હકીકતમાં છેલ્લા કેટલાય સમયથી ટીમ ઈન્ડીયામાં અનેક વિવાદો સામે આવી રહ્યાં છે, બીજીટીમાં પરાજય બાદ ગૌતમ ગંભીર અને રોહિત શર્મા સહિતના ખેલાડીઓ પર સવાલ ઉઠી રહ્યાં છે, કોઈએ ઠેકાણે ખેલાડીઓના ઝગડાના પણ મુદ્દા છે તે ઉપરાંત કયા ખેલાડીને લેવો અને કોને નહીં તેનો નિર્ણય પણ બીસીસીઆઈ કરી શકી નથી.
18 અથવા 19 જાન્યુઆરીએ જાહેર થઈ શકે
સૂત્રોએ એવું કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત 18 અથવા 19 જાન્યુઆરીએ થઈ શકે છે.
19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ
મિનિ વર્લ્ડ કપ તરીકે ઓળખાતી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઈમાં રમાશે. ભારતની તેની તમામ મેચ દુબઈમાં રમશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત બાંગ્લાદેશ સામે 20 ફેબ્રુઆરીએ પહેલી મેચ રમશે.
ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થતાં કયા કયા વિવાદો
ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઈન્કાર કરતાં દુબઈ નક્કી કરાયું. ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાન સામે રમવાની ના પાડી, પાકિસ્તાનના સ્ટેડિયમો પણ ખસ્તાહાલ છે. આ ઉપરાંત બીજા ઘણા વિવાદો સામે આવી ચૂકયાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT