બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, જાણો કોને લેવાયા, કોનું પત્તું કપાયું
Last Updated: 03:27 PM, 18 January 2025
19 ફેબ્રુઆરીથી શરુ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ છે. અજિત અગરકરની આગેવાની વાળી પસંદગી કમિટીની બેઠકમાં જેમાં રોહિત શર્મા પણ હાજર રહ્યો હતો, 15 સભ્યોની ટીમ નક્કી કરવામાં આવી હતી જે પછી તેની જાહેરાત કરાઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીના કેપ્ટન તરીકે રોહિત શર્માને જાળવી રખાયો છે જ્યારે શુભમન ગિલને મોટી જવાબદારી સોંપતા વાઈસ કેપ્ટન જાહેર કરાયો છે. 3 ખેલાડીઓની પણ એન્ટ્રી થઈ છે.
ADVERTISEMENT
રોહિત શર્મા કેપ્ટન
પસંદગી કમિટીએ ચેમ્પ્યિન્સ ટ્રોફીના કેપ્ટન તરીક રોહિત શર્મા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તો ગિલને વાઈસ કેપ્ટન બનાવાયો છે.
ADVERTISEMENT
🚨Don’t take your eyes off the screen!
— Star Sports (@StarSportsIndia) January 18, 2025
📢 LIVE NOW 👉 #ChampionsTrophy2025 & #INDvENG ODI India Squad announcement!
Disney+ Hotstar, Star Sports1, Star Sports 1 Hindi, Tamil, Telugu & Kannada pic.twitter.com/x1KLhIhMV0
યશસ્વી-શમીની એન્ટ્રી
15 સભ્યોની ટીમમાં યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ શમીની એન્ટ્રી થઈ છે. જ્યારે મોહમ્મદ સિરાજ ટીમનો ભાગ બની શક્યો નથી. ઈજાગ્રસ્ત બુમરાહને પણ ટીમમાં જગ્યા મળી છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પણ 14 મહિના બાદ ટીમમાં વાપસી થઈ છે.
15 સભ્યોની ટીમમાં કોણ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટમેન), ઋષભ પંત (વિકેટમેન), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર
<script async src="//www.instagram.com/embed.js"></script>
ચેમ્પિયન્સ ટ્રોફી પર ઉડતી નજર
મિનિ વર્લ્ડ કપ તરીકે ઓળખાતી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઈમાં રમાશે. ભારતની તેની તમામ મેચ દુબઈમાં રમશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત બાંગ્લાદેશ સામે 20 ફેબ્રુઆરીએ પહેલી મેચ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ-Aમાં છે. તેમની સાથે બાકીની બે ટીમો ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યા છે. તમામ 8 ટીમો પોતપોતાના ગ્રુપમાં 3-3 મેચ રમશે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. પ્રથમ સેમીફાઈનલ દુબઈમાં જ્યારે બીજી લાહોરમાં રમાશે. આ પછી ફાઇનલ મેચ રમાશે. ભારત ફાઈનલ માટે ક્વોલિફાય તો ફાઈનલ લાહોરમાં નહીં પણ દુબઈમાં જ રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
નિર્લજ્જતાની પરાકાષ્ઠા / પહેલા સૌરભ સાથે ખૂનની હોળી, પછી મર્ડર કરીને પ્રેમી સાથે રંગોની હોળી, મુસ્કાનનો જુઓ નવો વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.