બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં ભારતનો દબદબો, પાકિસ્તાનમાં PCBએ લહેરાવ્યો તિરંગો, જુઓ વીડિયો
Last Updated: 03:35 PM, 19 February 2025
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તાજેતરમાં વિવાદમાં આવી ગયું હતું અને તેનું કારણ એ હતું કે તેણે કરાચી અને લાહોરના સ્ટેડિયમમાં 7 ટીમોના ધ્વજ ફરકાવ્યા હતા પરંતુ ત્યાં ભારતીય ધ્વજ ફરકાવવામાં આવ્યો ન હતો. પરંતુ હવે એક તાજો ફોટો સામે આવ્યો છે જેમાં કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ભારતીય ત્રિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. જેમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ ટકરાશે અને આ મેચ પહેલા જ ત્યાં ત્રિરંગો લહેરાવી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
The Indian flag has been placed at the National Bank Stadium, Karachi ahead of the #ChampionsTrophy2025 #Cricket | #Pakistan | #Karachi | #India pic.twitter.com/hmfszXaulW
— Khel Shel (@khelshel) February 19, 2025
ત્રિરંગો ન ફરકાવવા પર થયો હતો વિવાદ
ADVERTISEMENT
પીસીબી ત્યારે વિવાદમાં આવ્યું જ્યારે તેણે સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ લગાવ્યો નહીં. આ પછી સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઈ હતી. એવું કહેવામાં આવ્યું કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો રમી રહી નથી, તેથી પીસીબીએ આ નિર્ણય લીધો છે પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પીછેહઠ કરવી પડી છે.
Indian flag in karachi stadium roof..!!! 🌟🇮🇳 pic.twitter.com/vCifhIAMjS
— Being Human (@BhttDNSH100) February 19, 2025
ઉંધો લગાવી દીધો હતો ત્રિરંગો
કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ લગાવી દેવામાં આવ્યો, પરંતુ તે લગાવવામાં આવે એ પહેલાં જ એક મોટી ભૂલ થઈ ગઈ હતી. કરાચીના મેદાનમાં કામ કરતા લોકોએ ત્યાં ત્રિરંગો ઊંધો લગાવી દીધો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. જોકે, સારી વાત એ છે કે આ ભૂલ સુધારી લેવામાં આવી છે.
આ પણ વાંચો: આજથી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત, પહેલી મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે ન્યુઝીલેન્ડની ટીમ
પાકિસ્તાન માટે મોટો દિવસ
ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન માટે એક મોટી તક છે. 29 વર્ષ પછી, પાકિસ્તાન ICC ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. પાકિસ્તાનને 29 વર્ષ પછી ICC ટૂર્નામેન્ટની મેજબાની મળી છે. છેલ્લો વનડે વર્લ્ડ કપ અહીં 1996માં યોજાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.