બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:24 PM, 16 January 2025
ભારત અને પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ ચેમ્પિયન ટ્રોફીની લીગ મેચ છે. ભારત પાકિસ્તાન મેચ પર અપડેટ આપતાં અમિરાત ક્રિકેટ બોર્ડના શુભાન એહમદે એવું કહ્યું કે પહેલાં આવનારને પહેલા ટીકિટ મળશે. ભારત અને પાકિસ્તાની દર્શકો આ મેચની મજા માણી શકે તેની ખાતરી રાખવામાં આવશે. જોકે ટીકિટ કેટલાની હશે તે ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.
ADVERTISEMENT
પાકિસ્તાને ટીકિટની કિંમત જાહેર કરી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટિકિટોની શરૂઆતી કિંમતો PKR 1000 રાખી હતી, જે ભારતીય ચલણમાં ₹ 310 ગણાય છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ટિકિટના ભાવ અંગે સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. પીસીબીએ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં તમામ મેચો માટે જનરલ એન્ક્લોઝર માટે કિંમત ટેગ PKR 1000 રાખી છે. પાકિસ્તાન વિ બાંગ્લાદેશ મેચની ટિકિટની કિંમત PKR 2000 ( ₹ 620) અને સેમિ-ફાઇનલ માટે PKR 2500 ( ₹ 776) કરવામાં આવી છે. તમામ રમતોની કિંમતો PKR 12000 ( ₹ 3726) રાખવામાં આવી છે.
ADVERTISEMENT
16-17 તારીખે તમામ કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સ
16 કે 17 તારીખે તમામ કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સના સમાચાર છે. ઓપનિંગ સેરેમનીને લઈને પણ વિવાદ ઉભો થયો છે કારણ કે રોહિત શર્માના પાકિસ્તાન જવા અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી છે પરંતુ ભારત અને પાકિસ્તાનની ટીમો હજુ જાહેર કરવામાં આવી નથી.
ભારત તમામ મેચ દુબઈમાં રમશે
ભારત તેની તમામ ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દુબઈમાં રમશે, જેમાં નોકઆઉટનો સમાવેશ થાય છે, જો ભારત ક્વોલિફાઈ થાય તો ફાઈનલ પણ દુબઈમાં જ રમાશે નહીંતર પ્લાન પ્રમાણે લાહોરમાં યોજાશે.
19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ
19 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં 8 દેશો રમશે જે હાઈબ્રિડ મોડલમાં પાકિસ્તાન અને દુબઈમાં રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.