બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'પાકિસ્તાન.....', વસીમ અકરમનું ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીને લઈને મોટું એલાન
Last Updated: 11:39 AM, 11 December 2024
Wasim Akram: ક્રિકેટ ફેન્સ ચેમ્પિયન ટ્રોફીના શેડ્યુંલની રાહ જોઈ રહ્યા છે. ક્રિકેટ રસીકોને ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ તેનો પણ ઈંતજાર છે, જો કે ચેમ્પિયન ટ્રોફી 2025ને લઈને હજુ સુધી નિર્ણય આવ્યો નથી. ત્યારે હવે આ ટુર્નામેન્ટને લઈને પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરનું નિવેદન સામે આવ્યું છે. તેમના નિવેદનને લઈને ક્રિકેટ વર્તુળોમાં હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ADVERTISEMENT
- Loved the vibe & passion of the crowd... #Cokestudio x #ChampionsTrophy × #ICC pic.twitter.com/vWZfRgz2yv
— Wasim Akram (@wasimakramlive) December 10, 2024
અકરમે પહેલીવાર ચેમ્પિયન્સ ટ્રોફી વિશે વાત કરી
ADVERTISEMENT
પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર વસીમ અકરમે પહેલીવાર ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વિશે વાત કરી છે. વસીમ અકરમ ચેમ્પિયન્સ ટ્રોફી હાથમાં લઈને તે કોક સ્ટુડિયોમાં ઈવેન્ટમાં પહોંચ્યો હતો. જ્યાં તેમણે કહ્યું કે, 'હું બધાનો આભાર માનવા માંગુ છું. 'તમે લોકો બેઠા છો એ હું બે કલાકથી જોઈ રહ્યો હતો. તમારુ આ પેશન ટિપિકલ પાકિસ્તાની પેશન છે. આ ચેમ્પિયન્સ ટ્રોફી છે, જે પાકિસ્તાનમાં યોજાઈ રહી છે. પાકિસ્તાન યજમાન બનવા માટે તૈયાર છે.'
ભારતની તમામ લીગ મેચ દુબઈમાં રમી શકાય
નોંધનીય છે કે, ભારતે પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલ પર કરવામાં આવશે. જેમાં 10 મેચ પાકિસ્તાનમાં અને 5 મેચ દુબઈમાં યોજવામાં આવી શકે છે. ભારતની તમામ લીગ મેચ દુબઈમાં રમી શકાય છે અને એક સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ પણ દુબઈમાં રમી શકાય છે.
ચેમ્પિયન્સ ટ્રોફીનું ભવિષ્ય હજુ પણ અંધકારમાં
જો કે, ચેમ્પિયન્સ ટ્રોફીનું ભવિષ્ય હજુ પણ અંધકારમાં છે, કારણ કે ICC એ હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાઇબ્રિડ મોડલ પર રમાશે કે નહીં. તે ફેબ્રુઆરી-માર્ચમાં આયોજિત થનાર છે, જેનું સત્તાવાર રીતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રિકેટમાં જગતમાં ચર્ચા / કોહલી અને પંત રમશે રણજી ટ્રોફી, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લેવાયો મોટો નિર્ણય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT