બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ચેમ્પિયન્સ ટ્રોફી પૂરી થતાં જ PCBની પોલ ખુલી ગઈ, પાક. ક્રિકેટરોના અહિતમાં લીધો નિર્ણય
Last Updated: 03:23 PM, 13 March 2025
Pakistan Cricket Board : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં યોજાઈ હતી પરંતુ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું. પાકિસ્તાનની ટીમ ખિતાબ જીતવુ તો દૂર ટીમ આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ જીતી શકી નહીં. ચેમ્પિયન્સ ટ્રોફીના સમાપન પછી હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આગામી રાષ્ટ્રીય T20 કપમાં ભાગ લેનારા ખેલાડીઓની મેચ ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
મેચ ફીમાં 75% સુધીનો ઘટાડો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આગામી નેશનલ T20 કપમાં ખેલાડીઓની મેચ ફીમાં ભારે ઘટાડો કર્યો છે. હવે ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રતિ મેચ માત્ર 10,000 પાકિસ્તાની રૂપિયા આપવામાં આવશે જે ગયા સિઝન કરતા 75% ઓછા છે. આ ટુર્નામેન્ટમાં પહેલા ખેલાડીઓને પ્રતિ મેચ 40,000 રૂપિયા મળતા હતા જ્યારે 2022માં આ રકમ 60,000 રૂપિયા હતી.
ADVERTISEMENT
Abdul Samad unleashes his power-hitting in practice 🔥
— Pakistan Cricket (@TheRealPCB) March 12, 2025
Getting ready to make an impact in New Zealand ⚡#NZvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/DTDq0E4cN0
PCB એ જણાવ્યું કારણ ?
એક અહેવાલ મુજબ PCBના એક અધિકારીએ સ્પષ્ટતા કરી કે, મેચ ફીમાં ઘટાડાનું કારણ નાણાકીય કટોકટી નથી. બોર્ડનું માનવું છે કે, ઘરેલુ કેલેન્ડરમાં ટુર્નામેન્ટ વધવાને કારણે ખેલાડીઓ માટે કમાણીની વધુ તકો ઉપલબ્ધ થઈ છે. ડિસેમ્બર 2024માં યોજાયેલી છેલ્લી રાષ્ટ્રીય T20 કપ ફક્ત પાંચ ટીમો સાથે રમાઈ હતી, જ્યારે ઘણા ખેલાડીઓ પ્રેસિડેન્ટ્સ ટ્રોફી જેવી અન્ય ટુર્નામેન્ટમાં પણ ભાગ લે છે જ્યાંથી તેમને માસિક પગાર મળે છે. PCBનું માનવું છે કે, મેચ ફીમાં ઘટાડો થવા છતાં ખેલાડીઓની કુલ કમાણી પર કોઈ ખાસ અસર પડશે નહીં.
વધુ વાંચો : IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલરો, યાદીમાં 3 સ્પિનરોનો સમાવેશ
રાષ્ટ્રીય T20 કપ 2025 3 શહેરોમાં થશે આયોજિત
T20 કપ 2025 14 માર્ચથી શરૂ થશે અને તેનું આયોજન ત્રણ શહેરો - ફૈસલાબાદ, લાહોર અને મુલતાનમાં કરવામાં આવશે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કુલ 39 મેચ રમાશે, જ્યારે ફાઇનલ મેચ 27 માર્ચે ફૈસલાબાદમાં રમાશે. બીજી તરફ આ મહિને પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમ ન્યુઝીલેન્ડ સામે પાંચ T20 અને ત્રણ વનડે મેચની શ્રેણી રમવા માટે રવાના થઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.