બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ચેમ્પિયન્સ ટ્રોફી પૂર્વે કોચે લીધો એવો નિર્ણય કે ભારતને લાગ્યો ઝટકો, જાણો વિગત
Last Updated: 07:56 AM, 18 February 2025
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવામાં હવે એક જ દિવસ બાકી છે. 20 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયા પોતાના ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાનની શરૂઆત કરશે, પરંતુ આ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં ટીમ ઇન્ડિયાના બોલર કોચ મોર્ને મોર્કેલને દુબઈ છોડીને પોતાના દેશ સાઉથ આફ્રિકા પાછું જવું પડ્યું.
ADVERTISEMENT
કેમ પરત ફર્યો મોર્કેલ?
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ અનુસાર, ટીમ ઈન્ડિયાનો બોલર કોચ 15 ફેબ્રુઆરીએ દુબઈ પહોંચ્યા બાદ 17 ફેબ્રુઆરીના પ્રેક્ટિસ સેશનમાં સામેલ નહતો થઈ શક્યો. જોકે, એ અત્યારે સ્પષ્ટ નથી કે મોર્કેલ કેમ પોતાના દેશ સાઉથ આફ્રિકા પાછો જઈ રહ્યો છે, પરંતુ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેના પિતાનું નિધન થઈ ગયું છે, જેના કારણે મોર્કેલને ચેમ્પિયન્સ ટ્રોફી છોડીને જવું પડી રહ્યું છે.
મોર્કેલ 15 ફેબ્રુઆરીએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમની સાથે પહોંચ્યા અને 16 ફેબ્રુઆરીએ ICC એકેડમીમાં ટીમના બપોરના પ્રેક્ટિસ સેશનમાં સામેલ થયો. જોકે, તે 17 ફેબ્રુઆરીએ ટીમના અભ્યાસ સત્રમાં સામેલ નહતો થયો.
આ પણ વાંચોઃ બુમરાહ બાદ ભારતને બીજો ફટકો! દુબઈ પ્રેક્ટિસમાં આ સ્ટારને ગંભીર ઈજા, ચેમ્પિયન્સ ટ્રોફી પર પ્રશ્નાર્થ
રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્મા એન્ડ કંપની મંગળવારે ટ્રેનિંગમાંથી રજા લઈ શકે છે અને 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની પહેલી મેચ પહેલા 19 ફેબ્રુઆરીએ ટ્રેનિંગ કરી શકે છે. મોર્કેલની ગેરહાજરી હવે ટુર્નામેન્ટમાં ટીમની તકો પર ગંભીર અસર કરી શકે છે, કારણ કે જસપ્રીત બુમરાહ ટીમનો ભાગ નથી અને મોહમ્મદ શમી પણ થોડો ખરાબ ફોર્મમાં છે, આ હવે ટીમ ઈન્ડિયાની ચિંતાઓમાં વધારો કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.