ઉત્તરાખંડ /
LIVE: તપોવન ટનલમાં રેસ્ક્યૂ ઑપરેશન ફરીથી શરૂ, પાણી ભરાઇ જતા અટક્યું હતું કામ
Team VTV05:02 PM, 11 Feb 21
| Updated: 05:04 PM, 11 Feb 21
ચમોલીની તપોવન ટનલમાં ITBP દ્વારા ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે.
તપોવન ટનલમાં રેસ્ક્યૂ ઑપરેશન ફરીથી શરૂ
તપોવન ટનલમાં રેસ્ક્યૂ ઑપરેશન ફરીથી શરૂ થઇ ચૂક્યું છે. ટનલની પાસે પાણી આવવાથી કામ રોકી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન રાહતકર્મચારીઓને પણ બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ ફરીથી રાહત-બચાવ કામગીરીમાં જોડાઇ ગયા છે.
ટનલમાં જળસ્તર વધતાં રેસ્કયૂ ઓપરેશન સ્થગિત કરાયું
અલકનંદા નદીનું જળસ્તર અચાનક વધી ગયું છે જેના કારણે ટનલમાં પાણી ભરાઇ ગયું છે. જેના કારણે રેસ્કયૂ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું છે. ટનલમાં પાણી ભરાતાં હાલ રાહતકર્મીઓને બહાર કાઢવામાં આવ્યાં છે.
7 ફેબ્રુઆરીના રોજ ચમોલીમાં આવેલા સૈલાબના રસ્તામાં જે આવ્યું તે તબાહ થઇ ગયું. અત્યાર સુધીમાં 30થી વધારે લોકોના મૃત્યુની પુષ્ટી કરવામાં આવી છે, જ્યારે અન્ય 170થી વધારે લોકો હજુ પણ લાપતા છે.
પાંચમા દિવસે તપોવન ટનમાં ફસાયેલા 30થી વધારે શ્રમિકોને બચાવવા માટે હાલ રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ આપદા એટલી ભયાનક હતી, કે તેના કેટલાંક પૂરાવા અને વીડિયો સામે આવ્યાં છે.
ગુરુવારના રોજ વહેલી સવારે તપોવન ટનલમાં ડ્રિલિંગ ઓપરેશ શરુ કરવામાં આવ્યું છે. આ ડ્રિલિંગ દ્વારા 12થી 13 મીટર લાંબું હોલ પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહી છે, જેના દ્વારા એ ખબર પડી શકે છે અંદર કોઇ હાજર છે કે નહીં.
અત્યાર સુધીમાં 32 મૃતદેહ મળ્યાં
કુદરતી હોનારતમાં 204 લોકો લાપત્તા થયા હતા, જેમાં 32 લોકોના મૃતદેહ મળ્યાં અને 10 ક્ષત વિક્ષત અંગ પ્રાપ્ત થયા છે. 170થી વધારે લોકો હજુ પણ લાપતા છે, જેમાં 30થી 35 શ્રમિકો તપોવન પાવર પ્રોજેક્ટના ટનલમાં ફસાયેલા હોવાની આશંકા છે. જેમને બચાવવા માટે છેલ્લા 4 દિવસથી પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
600થી વધારે જવાન રેસ્કયૂમાં જોડાયાં
ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી આવેલી તબાહીથી હવે પૂરો ફોક્સ રાહત-બચાવના કામ પર કરવામાં આવી રહ્યો છે. સૌથી મોટી મુશ્કેલી તપોવનની સુરંગમાં આવી રહી છે. જ્યાં હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. સુરંગ કીચડથી ભરાયેલી છે. જેના કારણે અંદર જવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે.