વિરોધ પ્રદર્શન /
દેશના ઘણા રાજ્યોમાં ખેડૂતોએ કર્યું ચક્કાજામ, ગાજીપુર સરહદ પર શાંતિ
Team VTV02:30 PM, 06 Feb 21
| Updated: 03:48 PM, 06 Feb 21
કેન્દ્રના કૃષિ કાયદાને પરતની માંગણીને લઇને ખેડૂત દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
ત્યારે ખેડૂતો દ્વારા આજે બપોરે 12 થી 3 વાગ્યા સુધી દેશભરમાં ચક્કાજામનું એલાન કરવામાં આવ્યું છે. જો કે ખેડૂતોએ દિલ્હી-NCRને આ ચક્કાજામથી બહાર રાખ્યું છે તેમ છતાં દિલ્હીમાં પોલીસ અલર્ટ પર છે. 26 જાન્યુઆરીના રોજ થયેલ હિંસાને લઇને આ વખતે પોલીસ કોઇ છૂટછાટ રાખવાના મૂડમાંથી નથી.
રાંચી-કોલકાતા હાઇવે પર સન્નાટા
રાંચી-કોલકાતા રાષ્ટ્રીય નેશનલ હાઇ વે પર પણ ખેડૂતોએ ચક્કા જામની અસર જોવા મળી. રાંચી-કોલકાતા નેશનલ હાઇવે પર ગાડીઓનું આવનજાવન બંધ રહ્યું. આ દરમિયાન રોડ પર સન્નાટા જોવા મળ્યો.
હરિયાણાના પલવલમાં પ્રદર્શન
હરિયાણાના પલવલ પાસે અટોહન ચોક પર ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
જમ્મૂ-પઠાનકોટ હાઇવે પર ચક્કાજામ
ખેડૂતો દ્વારા દેશભરમાં ચક્કાજામનું આહવાન કરવામાં આવ્યું છે. જેને લઇને જમ્મૂ-પઠાનકોટ હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યું.
J&K: Farmer organisations in Jammu stage protest on Jammu-Pathankot highway as part of the nationwide 'chakka jaam' called by farmers today.
"We appeal to the govt to repeal these laws. We support the farmers protesting on the borders of Delhi," says a protester pic.twitter.com/cpnLBt3TTl
ખેડૂતો શાંતિપૂર્ણ રીતે કરી રહ્યાં છે ચક્કાજામઃ ટિકૈત
ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે દેશમાં ખેડૂતોનું ચક્કાજામ શાંતિપૂર્ણ રીત ચાલી રહ્યું છે. ટિકૈતે કહ્યું કે દેશની માટી સાથે ખેડૂતોને જોડીશું. નવા યુગનો જન્મ થશે. આમાં રાજનીતિવાળા ક્યાં છે, અહીં કોઇ આવી રહ્યું નથી. આ જન આંદોલન છે. રોટી તિજોરીમાં બંધ ન થાય તેના માટેનું આ આંદોલન છે.
ગુરુગ્રામના કૃષ્ણચોકમાં ચક્કાજામ શરુ
ગુરુગ્રામના કૃષ્ણ ચોક પર ચક્કાજામ શરુ કરવામાં આવ્યું છે. કૃષ્ણ ચોક દિલ્હીના નજફગઢ અને કાપસહેડા સરહદ પર બે કિલોમીટરના અંતર પર સ્થિત છે.
ખેડૂતના ચક્કાજામના આહવાનને ધ્યાનમાં લઇને દિલ્હી-ગાજીપુર સરહદ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ દરમિયાન બેરિકેડિંગ પણ કરવામાં આવી છે. જેના પર પોલીસ પ્રદર્શનકારી ખેડૂતો તરફથી એક સંદર લખીને લગાવામાં આવ્યો છે. જેના પર ખેડૂતોના પ્રવેશને લઇને મનાઇ કરી દેવામાં આવી છે.
જનપથ અને કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશન બંધ
મંડી હાઉસ, ITO, દિલ્હી ગેટ, લાલ કિલ્લા, જામા મસ્જિદ, જનપથ, કેન્દ્રીય સચિવાલય અને વિશ્વવિદ્યાલય મેટ્રો સ્ટેશનના ગેટ બંધ કરી દેવામાં આવ્યાં છે. જો કે આ સ્ટેશન પર ઇંટરચેજની સુવિધા ચાલુ રાખવામાં આવી છે.
#WATCH I Delhi: Drone cameras deployed in the national capital to monitor the situation in the wake of 'Chakka Jaam' call by farmers; visuals from Tikri border. pic.twitter.com/fQNfd0CNN3
ખેડૂત સંગઠનો દ્વારા દેશભરમાં આજે ચક્કાજામનું આહવાનને ધ્યાનમાં લઇને શાહજહાંપુર સરહદ પર મોટી સંખ્યામાં સુરક્ષાદળ તૈનાત છે. ખેડૂત સંગઠન દ્વારા આજે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરશે.
દિલ્હી-NCRમાં 50,000 જવાન તૈનાત
દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાની વિસ્તારોમાં અંદાજે 50,000 સુરક્ષાદળ તૈનાત કર્યાં છે. જેમાં પોતાના વિસ્તારોમાં દેખરેખ રાખવા સ્થાનિક પોલીસ દળ પણ સામેલ છે. દિલ્હીમાં ઓછામાં ઓછા 12 મેટ્રો સ્ટેશનને અલર્ટ પર રાખ્યાં છે.
To assist Delhi Police in maintaining law and order situation amid 'Chakka Jaam' call by farmers, Paramilitary Forces have been deployed at various parts of Delhi-NCR including borders. pic.twitter.com/J9Js2LLH1B
ખેડૂતોના ચક્કાજામના આહવાનની વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે દિલ્હી પોલીસની સહાયતા માટે દિલ્હી બોર્ડર સહિત દિલ્હી-NCRના અલગ-અલગ ભાગમાં અર્ધસૈનિક દળોને તૈનાત કરવામાં આવ્યાં છે.