Chaitra Navratri after 110 years worship Jagatjanani for nine days like this
ચૈત્ર નવરાત્રી 2023 /
આ વખતે ચૈત્ર નવરાત્રી પર 110 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ: આ રીતે નવ દિવસ કરો જગતજનનીની આરાધના
Team VTV06:50 AM, 22 Mar 23
| Updated: 07:00 AM, 22 Mar 23
ચૈત્ર નવરાત્રીમાં 110 વર્ષ પછી નવરાત્રીમાં દુર્લભ સંયોગનું નિર્માણ થશે. નવરાત્રી દરમિયાન શનિ અને ગુરુ ગ્રહ પોતાની રાશિમાં જ રહેશે, જે અનુક્રમે કુંભ અને મીન રાશિમાં રહેશે.
110 વર્ષ પછી નવરાત્રીમાં દુર્લભ સંયોગનું નિર્માણ.
નવરાત્રીમાં માતાનું આગમન નાવ પર થશે.
નવરાત્રીમાં શનિ અને ગુરુ ગ્રહ પોતાની રાશિમાં જ રહેશે.
હિંદુ પંચાંગ અનુસાર વર્ષમાં ચાર નવરાત્રી મનાવવામાં આવે છે. પંચાંગ અનુસાર ચૈત્ર માસની શુક્લપક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસથી હિંદુઓના નવા વર્ષની પણ શરૂઆત થઈ જાય છે. આજે 22 માર્ચ બુધવારના રોજ ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ છે, જે રામનવમીના દિવસે 30 માર્ચના રોજ ગુરુવારે સમાપ્ત થશે. આ દરમિયાન 110 વર્ષ પછી કેટલાક શુભ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દુર્લભ સંયોગના કારણે માઁ દુર્ગાની આરાધનાનો આ અવસર ખૂબ જ વિશેષ બની ગયો છે.
માઁ દુર્ગાનું આગમન
આ વર્ષે માઁ દુર્ગાનું નાવ પર આગમન થશે, જેને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે. માઁ દુર્ગાનું નાવ પર આગમન થાય તો તેનાથી ઘરમાં ખુશીઓ આવે છે અને મનોકામના પૂર્ણ થાય છે. આ નવરાત્રી પર ગ્રહ અને નક્ષત્રોની વિશેષ પરિસ્થિતિનું નિર્માણ થશે, આ સંયોગ 110 વર્ષ પછી બની રહ્યો છે. નવરાત્રી દરમિયાન શનિ અને ગુરુ ગ્રહ પોતાની રાશિમાં જ રહેશે, જે અનુક્રમે કુંભ અને મીન રાશિમાં રહેશે. આ દરિમાયન 4 મહત્ત્વપૂર્ણ ગોચર થશે. નવરાત્રી 9 દિવસ સુધી રહેશે, જો નવરાત્રી 9 દિવસ સુધી હોય તો તેને શુભ માનવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર 21 માર્ચ 2023ના રોજ રાત્રે 11:04 વાગ્યે નવરાત્રી શરૂ થઈ અને 22 માર્ચના રોજ સવારે 6:23 વાગ્યાથી લઈને 7:32 વાગ્યા સુધી શુભ મુહૂર્તમાં કળશ સ્થાપનાનો મહૂર્ત છે.
ચૈત્ર નવરાત્રી પૂજા વિધિ
લાલ રંગ કપડું પાથરીને માતાજીની પ્રતિમાની સ્થાપના કરો. આ કપડા પર ચોખા મુકો, માટીના વાસણમાં જવ પલાળો. આ પાત્ર પર જળ ભરેલો કળશ મુકો અને તેના પર સાથિયો દોરો, હવે આ કળશ પર લાલ નાળાછડી બાંધો. કળશમાં આખી સોપારી, સિક્કો અને ચોખા નાખીને અશોકના પાન મુકો. એક નારિયેળ પર ચુંદડી લપેટીને તેના પર નાળાછડી બાંધો. આ નારિયેળ કળશ પર મુકીને માઁ દુર્ગાનું આહ્વાન કરો. ત્યાર બાદ દીવો પ્રગટાવીને કળશની પૂજા કરો.