Team VTV04:39 PM, 05 Dec 22
| Updated: 04:44 PM, 05 Dec 22
આફ્રિકી દેશ સેનેગલની સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે ભારે ઝગડો થયો હતો જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
પશ્ચિમ આફ્રિકી દેશ સેનેગલની સંસદમાં મારામારી
પુરુષ સાંસદ મહિલા સાંસદને મારી જોરદાર થપ્પડ
ઉશ્કેરાયેલી મહિલા સાંસદે સામે ફેંકી ખુરશી
ત્યાર બાદ કો સંસદમાં મચ્યું સમરાંગણ
પશ્ચિમ આફ્રિકી દેશ સેનેગલની સંસદમાં ભારે હોબાળો થયો હતો. સેનેગલની સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પુરુષ સાંસદ મસ્તા સાંબાએ સત્તાધારી પક્ષ બીબીવાયની મહિલા સાંસદ નીબીને થપ્પડ મારી દીધી હતી. પુરુષ સાંસદ ખૂબ નજીક જઈને મહિલા સાંસદને જોરદાર થપ્પડ મારી દેતા હોબાળો મચ્યો હતો.
❗*Chaos in Senegal Parliament after MP Slaps Female Colleague*
The brawl began when opposition member Massata Samb walked over and slapped Amy Ndiaye Gniby - an MP of the ruling coalition - during a budget presentation, TV footage showed. pic.twitter.com/9Y074xSVTS
મહિલા સાંસદે પણ તેમની પર ખુરશી ફેંકીને દાઝ કાઢી હતી. પુરુષ અને મહિલા સાંસદના ઝગડા બાદ તો જાણે સંસદ સમરાંગણ બની. બધા સાંસદો મર્યાદા ભૂલીને એકબીજા સાથે મારામારી પર ઉતરી આવ્યાં હતા આ દરમિયાન કેટલાક સાંસદો પડી પણ ગયા હતા. આને પગલે સ્પીકરે તાત્કાલિક ગૃહની કાર્યવાહી અટકાવી દીધી હતી. આ દરમિયાન સંસદમાં જે કંઈ પણ બન્યું તે લાઈવ ચાલતું રહ્યું હતું અને બધાએ તેને જોયું હતું.
નિબીએ આધ્યાત્મિક નેતાની ટીકા કરતા મામલો વણસ્યો
નિબીએ એક આધ્યાત્મિક નેતાની ટીકા કરી ત્યારે પરિસ્થિતિ વધુ વણસી. આ પછી, સામ્બે આ અંગે રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાનું શરૂ કર્યું. નીબીએ તેની મજાક ઉડાવી હતી. સાથે જ તેમણે આ વાત પરવાહ ન હોવાની પણ વાત વ્યક્ત કરી હતી. આ જોઈને સામ્બે પિત્તો ગુમાવ્યો હતો અને નીબીને મારવા દોડી ગયો હતો. જુલાઇમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ચૂંટણી બાદથી સ્થિતિ તણાવપૂર્ણ છે.