બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / CGST raids 5 units manufacturing hardware project in Rajkot

દરોડા / રાજકોટમાં હાર્ડવેર પ્રોજેક્ટ બનાવતા 5 યુનિટો પર CGSTનો સપાટો, તપાસમાં અંદાજે 1 કરોડની ટેક્સ ચોરી ઝડપાઇ

Dhruv

Last Updated: 10:07 AM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં હાર્ડવેર પ્રોજેક્ટ બનાવતા 5 યુનિટો પર CGSTએ સપાટો બોલાવતા તપાસમાં અંદાજે 1 કરોડની ટેક્સ ચોરી ઝડપાઇ.

  • રાજકોટમાં હાર્ડવેર પ્રોજેક્ટ બનાવતા 5 યુનિટો પર દરોડા
  • CGSTના દરોડામાં ઝડપાઇ અંદાજે 1 કરોડની ટેક્સ ચોરી
  • બાલાજી હાર્ડવેર પ્રોડક્ટ, બાલાજી એન્ટ્રપ્રાઈઝમાં પાડ્યાં દરોડા

રાજકોટમાં CGST વિભાગે હાર્ડવેર પ્રોજેક્ટ બનાવતા 5 યુનિટો પર દરોડા પાડ્યા છે. શહેરના બાલાજી હાર્ડવેર પ્રોડક્ટ અને બાલાજી એન્ટ્રપ્રાઈઝમાં CGSTએ દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. તપાસમાં અંદાજે રૂપિયા 1 કરોડની ટેક્સ ચોરી સામે આવી શકે છે. બાલાજી ક્રિએશન, બાલાજી મેટલ પ્રોડક્ટ અને મહાવીર મેટલ પ્રોડક્ટમાં CGST વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં જ સુરતમાં DGGIએ ઓટોપાર્ટ્સ વિક્રેતાને ત્યાં પાડ્યા હતા દરોડા
 
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એક-બે દિવસ અગાઉ સુરતના વરાછા ખાતે DGGIએ દરોડા પાડ્યા હતા. DGGIએ ઓટોપાર્ટ્સ વિક્રેતાને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં રૂપિયા 10 કરોડની ટેક્સ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. વેચેલો માલ ચોપડે દર્શાવ્યા વિના ક્રેડિટ આપી હોવાનું ખુલ્યું હતું. રેગ્યુલર રિટર્ન ન ભર્યું હોવાના કારણે DGGI એ દરોડા પાડ્યા હતા.

સુરતમાં DRIએ પાડેલા દરોડામાં 1.75 કરોડની વસ્તુઓ હાથ લાગી હતી

તદુપરાંત સુરતના સચિન SEZને ત્યાં DRIએ દરોડા પાડ્યા હતા. જેમાં 3 કિલો સોનું, 122 કેરેટ હીરા અને બ્રાન્ડેડ ઘડિયાળ ઝડપાઇ હતી. મિસ ડિકલેરેશન કરીને અમેરિકાથી ઈમ્પોર્ટ કરવામાં આવ્યું હતું. આ તમામ વસ્તુઓની કુલ કિંમત 1.75 કરોડ રૂપિયા છે. બાતમીના આધારે DRIએ દરોડા પાડ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

CGST raid GST raid Rajkot News hardware project રાજકોટ GST Raid
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ