બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / centre vs twitter delhi high court hearing

હાઇકોર્ટ / IT Rules મામલે ટ્વિટર બૅકફૂટ પર, દિલ્હી હાઈકોર્ટે કહ્યું સરકારે ઍક્શન લેવા હોય તો લઈ શકે

ParthB

Last Updated: 02:14 PM, 6 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઇકોર્ટમાં ટ્વિટરે મંગળવારે સ્વીકાર્યું છે કે તેઓએ નવા ITના નિયમોનું કોઈ પાલન નથી કર્યું. જેના પર હાઇકોર્ટે કહ્યું કે હવે અમે ટ્વિટરને કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન આપી શકીશું નહીં. હવે કેન્દ્ર સરકાર ટ્વિટર કોઈ પણ પ્રકારે એક્શન લેવા માટે સ્વતંત્ર છે.

  • ITના નિયમોનું પાલન ન કરતાં કેન્દ્રએ કરી અરજી 
  • નિયમોનું પાલન નથી કર્યું તે વાત સ્વીકારી ટ્વિટરે
  • હવે કેન્દ્ર સરકારને કોઈ પણ પગલાં લેવાની સ્વતંત્રતા 

ITના નિયમોનું પાલન ન કરતાં કેન્દ્રએ કરી અરજી 
ITના નિયમો લાગુ પડયા બાદ પણ હવે ફરિયાદ દાખલ કરનાર અધિકારીની નિયુક્તિ ના કરવા પર અમિત આચાર્યએ ટ્વિટર વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે ટ્વિટર દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે? ત્યારે કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું જે ટ્વિટર દ્વારા નિયમ પાલન કરવામાં નથી આવ્યા, સાથે જ ટ્વિટરના વકીલ દ્વારા પણ એ જ વાત કહેવામાં આવી કે અમે લોકોએ ITના નિયમોનું પાલન નથી કર્યું.

નિયમોનું પાલન નથી કર્યું તે વાત સ્વીકારી ટ્વિટરે
સાથે જ ટ્વિટરના વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે આજનીન તારીખ સુધી અમે ITના નિયમોનું પાલન નથી કર્યું. આ મુદ્દે કોર્ટે કહ્યું કે તમારે માત્ર એક વ્યક્તિની નિમણુક કરવાની હતી, પણ તમે તે પણ ના કરી શક્યા. આ પ્રક્રિયા તમે કેટલા સમયમાં પૂરી કરશો અને જોપ ટ્વિટરને લાગતું હોય કે તે પોતાની મરજી મુજબ સમય લેવા માંગે છે તો તેવું થઈ શકશે નહીં. કોર્ટે કહ્યું કે તમે ટ્વિટર સાથે વાતચીત કરીને કહી શકો છો કે આ પ્રક્રિયા તમે કેટલા સમયમાં પૂરી કરશો. 
 

હવે કેન્દ્ર સરકારને કોઈ પણ પગલાં લેવાની સ્વતંત્રતા 
બીજી બાજુ હાઇકોર્ટે કહ્યું કે ટ્વિટરને પોતાની ભૂલ સુધારવા માટે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. પણ દોઢ મહિના પછી પણ આ ભૂલ સુધારવાની દિશામાં કોઈ પણ કામ નથી કરવામાં આવી રહ્યું. તે માટે આ કાર્યવાહી કરવી પડી. છેલ્લે હાઇકોર્ટ દ્વારા કહેવમાં આવ્યું કે હવે અમે ટ્વિટરને કોઈ પણ પ્રકારની સુરક્ષા આપવામાં આવશે નહીં. હવે કેન્દ્ર સરકાર સ્વતંત્ર છે તે ઈચ્છે તે મુજબના પગલાં લઈ શકે છે. કારણકે ટ્વિટરને ભારતમાં જો પોતાનું કામ કરવું છે તો તેમને ખબર હોવી જોઈએ કે ત લોકોનું વર્તન કેવું હોવું જોઈએ. 
 

 

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Delhi High court IT rules  Twitter ટ્વિટર દિલ્હી હાઇકોર્ટ Twitter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ