કોરોના વાયરસ / મોદી સરકાર કોરોનાને લઈ પ્રજા માટે લઈ શકે છે આ મોટો નિર્ણય, અસરગ્રસ્તોને મળશે રાહત

Centre To Announce Bailout Package To Soften COVID-19 Blow

ભારતમાં અત્યારે કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 29 કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત થયું છે. આ સ્થિતિ અને કોરોના મહામારીને જોતાં અસરગ્રસ્ત ક્ષેત્રોમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આર્થિક બેલઆઉટ પેકેજની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચાર દિવસ પહેલા રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના નેતૃત્વમાં સ્પેશિયલ ટાસ્કફોર્સ બનાવવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 આર્થિક પ્રતિસાદ ટાસ્ક ફોર્સ પરિસ્થિતિનું અવલોકન કરશે અને પછી સૂચનો આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ