બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'આંદામાનની રાજધાની પોર્ટ બ્લેયર હવે શ્રી વિજય પુરમ તરીકે ઓળખાશે', અમિત શાહનું એલાન

કેન્દ્રનો નિર્ણય / 'આંદામાનની રાજધાની પોર્ટ બ્લેયર હવે શ્રી વિજય પુરમ તરીકે ઓળખાશે', અમિત શાહનું એલાન

Last Updated: 06:25 PM, 13 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે આંદામાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયરનું નામ બદલીને શ્રી વિજય પુરમ કરી નાખ્યું છે.

કેન્દ્ર સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલીને 'શ્રી વિજય પુરમ' કર્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે શુક્રવારે આની જાહેરાત કરી હતી. શાહે કહ્યું કે પોર્ટ બ્લેર નામ સંસ્થાનવાદી વારસાનું પ્રતીક છે. તેથી સરકારે તેનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે 'શ્રી વિજય પુરમ' નામ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેમાં આંદામાન નિકોબારના યોગદાનને દર્શાવે છે.

અમિત શાહે શું એલાન કર્યું?

શાહે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે લખ્યું, "વડાપ્રધાન @narendramodi જીના રાષ્ટ્રને વસાહતી છાપમાંથી મુક્ત કરવાના વિઝનથી પ્રેરિત થઈને, આજે અમે પોર્ટ બ્લેરનું નામ બદલીને "શ્રી વિજય પુરમ" કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આગળ લખ્યું, "અગાઉના નામમાં વસાહતી વારસાની છાપ હતી. શ્રી વિજય પુરમ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં મળેલી જીત અને તેમાં આંદામાન અને નિકોબાર ટાપુઓની અનોખી ભૂમિકાનું પ્રતીક છે. આંદામાન અને નિકોબાર ટાપુઓનું વિશેષ સ્થાન છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ અને ઈતિહાસ, જે એક સમયે ચોલ સામ્રાજ્યના નૌકા આધાર તરીકે સેવા આપતાં હતા અહીં સેલ્યુલર જેલ પણ છે, જ્યાં વીર સાવરકરજી અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સ્વતંત્ર રાષ્ટ્ર માટે લડ્યા હતા.

પીએમ મોદીએ આંદોમાનના 21 ટાપુઓને નવું નામ આપ્યું

ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરીમાં વીરતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંદોમાન અને નિકોબાર ટાપુના 21 મોટા અનામી ટાપુઓને પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખ્યા હતા.તેમણે નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મોડેલનું પણ અનાવરણ કર્યું, જે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટાપુ પર બનાવવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Andaman Nicobar name change Port Blair name change Andaman name change
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ