બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 03:11 PM, 15 May 2019
આ માટે હીમો ડાયલિસિસની જગ્યાએ પેરિટોનિલ ડાયાલિસિસ કરવામાં આવશે. એ હેઠળ દર્દીઓને એક પેરિટોનિયન કિટ આપવામાં આવશે અને કેટલીક દવાઓ પણ આપવામાં આવશે ત્યારબાદ તે ઘરે બેસીને ડાયાલિસિસ કરી શકશે. આ સેવાઓ આવતા 2-3 મહિનામાં શરૂ કરી શકાય છે.
ADVERTISEMENT
આ લોકોને મફત મળશે સુવિધા
આર્થિક રૂપથી નબળા વર્ગના દર્દીઓને કિટ અને દવા મફત મળશે. બીજા દર્દીઓ માટે ડિસ્કાઉન્ટના ભાવથી સરકાર તરફથી આ સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રધાનમંત્રી ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ જ આ પ્રોગ્રામનો વિસ્તાર કરવામાં આવશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવનારા 2 3 મહિનામાં એની શરૂઆત કરી શકાય છે.
ADVERTISEMENT
જાણકારી પ્રમાણે દેશમાં દર વર્ષે સવા બે લાખથી વધારે આવા દર્દીઓ છે જેમને ડાયાલિસિસની જરૂર પડે છે. આ જ કારણ છે કે બે વર્ષ પહેલા સરકારે પ્રધાનમંત્રી ડાયાલિસિસ પ્રોગ્રામની શરૂઆત કરી હતી જેના દેશભરમાં અત્યાર સુધી 757 ડાયાલિસિસ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ડાયાલિસિસ કાર્યક્રમ હેઠળ દરેક રાજ્યોમાં આ યોજના લાગૂ થશે.
સરળ છે આ પ્રક્રિયા, 24 કલાકમાં 3 વખત કરવી પડશે.
આ પ્રક્રિયામાં દર્દીના પેટમાં કેથેટર ટ્યૂબ ફિક્સ કરીને બહાર નિકાળવામાં આવે છે. ટ્યૂબથી પેરિટોનિયમ ડાયલિસિસ ફ્લૂડ નાંખવામાં આવે છે. એ બે લીટર હોય છે. આ શરીરની અંદર 30 થી 40 મીનિટ રહે છે. પેટમાં લાગેલી ટ્યૂબથી બીજું એક કેથરેટ જોડવામાં આવે છે. આ ટ્યૂબના સહારે લોહીના અપશિષ્ટ પદાર્થ બહાર આવી જાય છે. આ સુવિધા નેફ્રોલૉજિસ્ટ અથવા ફિઝિશિયનની સલાહ પર મળશે. એનાથી સરકારની રકમ અને સંશાધન બંને બચશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.